Gandhinagar

ચૂંટણી કર્મચારીઓને મોટી રાહત: મતદાન સામગ્રી સોંપવામાં બીજો દિવસ થાય તો પણ 'ચૂંટણી ફરજ' ગણાશે, પંચની સ્પષ્ટતા!

By GS Team
9 Oct 20261 min read
TukuTouch Logo
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કર્મચારીઓની ફરજના સમયગાળા અંગે સ્પષ્ટતા કરી છે. ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ પેટાચૂંટણીમાં 11 ઓક્ટોબર, 2025ના રોજ મતદાન થશે. આયોગે જણાવ્યું કે, મતદાન પૂર્ણ થયા બાદ સામગ્રી પરત સોંપાય ત્યાં સુધીની કામગીરી ચૂંટણી ફરજ ગણાશે. જો કર્મચારીઓ બીજા દિવસે કચેરીએ હાજર ન રહી શકે તો તે દિવસ પણ ફરજ ગણાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણી કર્મચારીઓને મોટી રાહત: મતદાન સામગ્રી સોંપવામાં બીજો દિવસ થાય તો પણ 'ચૂંટણી ફરજ' ગણાશે, પંચની સ્પષ્ટતા!

Gujarat Local Body Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કર્મચારીઓની ફરજના સમયગાળા અંગે રાજ્ય ચૂંટણી આયોગે સ્પષ્ટતા કરી છે. જેમાં ગાંધીનગર મહા નગરપાલિકા, ઓખા અને થરા નગર પાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ મતદાન સામગ્રી પરત સોંપાય ત્યાં સુધીની કામગીરીને ચૂંટણી ફરજનો સમય ગણવામાં આવશે.

image.png

મતદાન કર્મચારીઓની ફરજના સમયગાળા અંગે રાજ્ય ચૂંટણી આયોગની સ્પષ્ટતા

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 11 ઓક્ટોબર, 2025ના રોજ યોજાનારી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે મતદાનના દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ મતદાન પૂર્ણ થયા બાદ રિસીવિંગ સેન્ટર પર મોડી રાત્રે અથવા જો અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી સવારે મતદાન સામગ્રી પરત સોંપતા હોય છે. જેથી મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતદાન સામગ્રી પરત સોંપવાની કામગીરી સુધીનો સમયગાળો લાંબો થતો હોય છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી આયોગે નિર્ણય લીધો છે કે, જે મતદાન કર્મચારીઓ બીજા દિવસે તેમની મૂળ કચેરીએ ફરજ પર હાજર રહી શકે નહીં અને તેમની ચૂંટણી ફરજના કારણે તેમની હાજરી મતદાનના બીજા દિવસે પણ જરૂરી બને, તેવા કર્મચારીઓ માટે તે દિવસને પણ ચૂંટણી ફરજનો દિવસ ગણવામાં આવશે.

આવા કર્મચારીઓને બીજા દિવસે તેમની મૂળ કચેરી ખાતે હાજર થવાની જરૂર રહેશે નહીં. તેઓ તેમની ચૂંટણી ફરજ પૂર્ણ કરીને મતદાન સામગ્રી સોંપવાની કામગીરી પૂરી કરશે.