રાજ્યના સરકારી કર્મચારીઓ માટે રાહતભર્યો નિર્ણય, દિવાળી-બેસતા વર્ષ વચ્ચે આવતા પડતર દિવસમાં જાહેર રજા રહેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Government Diwali Holiday 2026: દિવાળીના તહેવાર નિમિત્તે ગુજરાત સરકારે કર્મચારીઓ માટે રાહતભર્યો નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ, આગામી 08 નવેમ્બર 2026ના રોજ રવિવારના દિવાળી, 10 નવેમ્બર 2026ના રોજ મંગળવારના નૂતન વર્ષ દિવસે અને 11 નવેમ્બર 2026ના રોજ બુધવારના ભાઈબીજની જાહેર રજા રહેશે. આ રજાઓ વચ્ચે આવતી 09 નવેમ્બર 2026ના રોજ સોમવારના સરકારી કચેરીઓ ચાલુ રહેવાની હતી. જે પડતર દિવસને ધ્યાને લેતા 09 નવેમ્બરના રોજ સત્તાવાર રીતે જાહેર રજા રહેશે. એટલે હવે આવનાર રવિવારથી બુધવાર સુધી સરકારી કર્મચારીઓ મિનિ વેકેશનની મજા માણી શકશે.
28 નવેમ્બર 2026ના રોજ ચોથા શનિવારે કચેરી ચાલુ રહેશે
સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના વતનમાં પરિવાર સાથે ઉત્સાહભેર તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર 09 નવેમ્બર 2026 ના રોજ સોમવારના તમામ સરકારી કચેરીઓ, પંચાયત તેમજ રાજ્ય સરકારના બોર્ડ અને કોર્પોરેશન સહિતની સંસ્થાઓ બંધ રહેશે. આ એક દિવસની રજાના બદલામાં આગામી 28 નવેમ્બર 2026ના રોજ ચોથા શનિવારના આ તમામ સરકારી કચેરીઓ ચાલુ રાખવામાં આવશે.





