Entertainment

સિંગર ઝુબીનનો છેલ્લો વીડિયો વાયરલ, લાઇફ જેકેટ પહેરીને પાણીમાં કૂદ્યા

By GS TEAM
20 Sep 20252 mins read
TukuTouch Logo
કંગના રણૌત અને શાઈની આહુજાની હિટ ફિલ્મ 'ગેંગસ્ટર'માં 'યા અલી' સોંગથી લાઈમલાઈટમાં આવેલા મૂળ આસામના સિંગર ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં શુક્રવારે સ્કુબા ડાઈવિંગ વખતે અચાનક નિધન થઈ જતાં તેના ચાહકોમાં ભારે શોક ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિંગર ઝુબીનનો છેલ્લો વીડિયો વાયરલ, લાઇફ જેકેટ પહેરીને પાણીમાં કૂદ્યા

Zubeen Garg Viral Video: કંગના રણૌત અને શાઈની આહુજાની હિટ ફિલ્મ 'ગેંગસ્ટર'માં 'યા અલી' સોંગથી લાઈમલાઈટમાં આવેલા મૂળ આસામના સિંગર ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં શુક્રવારે સ્કુબા ડાઈવિંગ વખતે અચાનક નિધન થઈ જતાં તેના ચાહકોમાં ભારે શોક ફેલાયો છે. તેઓ ત્યાં પરફોર્મ કરવા ગયાહ તા. હવે સિંગરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ સ્કૂબા માટે બોટથી છલાંગ મારતા દેખાઈ રહ્યા છે. ત્યારબાદ તેઓ દરિયામાં તરતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ સિંગરના મોતની તપાસના આદેશ અપાયા છે.

લાઇફ જેકેટ પહેરીને ઝુબીને લગાવી છલાંગ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેને મોત પહેલા સિંગરનો છેલ્લો વીડિયો હોવાનું જણાવાય રહ્યું છે. સામે આવેલા આ વીડિયોમાં ઝુબીન ક્રૂઝ પાર્ટીનો આનંદ લેતા અને લાઇફ જેકેટ પહેરીને દરિયામાં કૂદતા નજરે પડી રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, સિંગર લાઇફ જેકેટ પહેરીને દરિયામાં છલાંગ લગાવે છે અને ત્યારબાદ તરતા પણ નજરે પડી રહ્યા છે. વીડિયોમાં સિંગરની સાથે કેટલાક બીજા લોકો પણ તરતા નજરે પડી રહ્યા છે.


ડોક્ટર્સ સિંગરને ન બચાવી શક્યા

રિપોર્ટ્સ અનુસાર, તરતા દરમિયાન એટેક આવતા સિંગાપુરના અધિકારીઓએ ઝુબીનને દરિયાની બહાર કાઢ્યો. જ્યાં લાઇફ ગાર્ડ્સે તાત્કાલિક તેને સીપીઆર પણ આપ્યું. ત્યારબાદ તેમને સિંગાપુર જનરલ હોસ્પિટલ લઈ જવાયા. પરંતુ તમામ પ્રયાસો છતા સિંગરને બચાવી ન શકાયા અને તેમને મૃત જાહેર કરી દેવાયો.

મુખ્યમંત્રીએ ઝુબીનના મોતની તપાસના નિર્દેશ આપ્યા

ઝુબીનના નિધન બાદ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સતત આ મામલે નજર રાખી રહ્યા છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ ઝુબીનના મોતથી દુઃખી છે. હવે આ વચ્ચે તેમણે એક મોટું પગલું ભરવાનો નિર્ણય લીધો છે. આસામના મુખ્યમંત્રીએ ઝુબીનના મોતની તપાસના નિર્દેશ આપ્યા છે.


મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ X (અગાઉના ટ્વિટર) પર ટ્વિટ કર્યું હતું કે, 'આપણા પ્રિય ઝુબીન ગર્ગના દુર્ભાગ્યપૂર્ણ અને અકાળ અવસાનના સંદર્ભમાં શ્રી શ્યામકાનુ મહંત અને શ્રી સિદ્ધાર્થ શર્મા વિરુદ્ધ અનેક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મેં આસામ પોલીસના ડીજીપીને બધી એફઆઈઆર સીઆઈડીને સોંપવા અને સંપૂર્ણ તપાસ માટે સંયુક્ત કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે.'