ઝરીન ખાન આગામી ફિલ્મમાં લેસ્બિયનના પાત્રમાં જોવા મળશે
- આ ફિલ્મની વાર્તા એક ગે યુવક અને એક લેસ્બિયન યુવતી પર આધારિત
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 9 જૂન 2020, મંગળવાર
ઝરીન ખાન પોતાની આગામી ફિલ્મને લઇને બહુ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં તે એક અલગ જ અવતારમાં જોવા મળવાની છે.
ઝરીન ખાનની આવનારી ફિલ્મ હમ ભી અકેલે તુમ ભી અકેલેને લઇને ઉત્સાહિત છે. જેમાં તે લેસ્બિયનના રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મની વાર્તા એક ગે યુવક વીર અને એક લેસ્બિયન યુવતી માનસીની આસપાસ ફરતી જોવા મળશે. તેઓ એક રોડ ટ્રિપ પર છે, અને તેમનો મકસદ ભારતમાં હોમોસેક્સુયાલિટીને લઇને સમાજના પૂર્વગ્રહો અને કલંકને પડકાર આપવાનો છે.
આ ફિલ્મ બે જણાની દોસ્તીની કહાની છે. જેમાં યુવક ગે છે અને યુવતી લેસ્બિયન છે. પરંતુ તેમના જીવનમાં એવી ઘટનાઓ ઘટે છે કે બન્નેની જિંદગી બદલાઇ જાય છે. ઝરીને વધુમાં કહ્યું હતુ ંકે, આ ફિલ્મ ક્યાંય પણ ઉપદેશ આપતી નથી, પરંતુ હોમોસેક્સ્યુઆલિટીના વિષયને મઝેદાર રીતે પેશ કરે છે.
આ ફિલ્મના પ્રીમિયરને નવેમ્બર ૨૦૧૯માં ન્યોયર્કના મેનહન્ટમાં યોજાયેલા સાઉથ એશિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવામાં આવી હતી જ્યાં તેને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો. આ ઉપરાંત ૨૦૨૦ના જાન્યુઆરીમાં રાજસ્થાન ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવામાં આવી હતી. જેમાં આ ફિલ્મને બેસ્ટ ડાયરેકર, બેસ્ટ એકટર અને બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ મેળવ્યો.
ઝરીને કહ્યું હતું કે, મને આ રોલ કરવામાં બહુ તકલીફ પડી હતી. આ ફિલ્મ સામાજિક સંદેશો આપનારી હોવાથી મેં તેમાં કામ કરવાનું પસંદ કર્યું. ફિલ્મનું શૂટિંગ દિલ્હી, નોયડા અને ધર્મશાલાની આસપાસનું છે. મારી સાથે આ ફિલ્મમાં અંશુમાન ઝા લીડ રોલમાં છે જે વીરનું પાત્ર ભજવે છે તેમજ ફિલ્મનો નિર્માતા પણ છે.