જાણીતા કોમેડિયન જાકીર ખાને લીધો બ્રેક, કહ્યું - હવે મારે હેલ્થ પર ધ્યાન આપવાની જરૂર..
Zakir Khan health issues : ભારતના જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને તાજેતરમાં જ એક મોટો ઇતિહાસ રચ્યો હતો. તે અમેરિકાના પ્રતિષ્ઠિત ટાઈમ્સ સ્ક્વેર ખાતે હિન્દીમાં પર્ફોર્મ કરનાર પ્રથમ ભારતીય કોમેડિયન બન્યો હતો. પરંતુ હવે ઝાકીર ખાનના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. હવે આ પોપ્યુલર કોમેડિયને સ્ટેજ શોથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. તેની પાછળનું કારણ પણ કોમેડિયનને જણાવ્યું છે.
જાકીર ખાને લીધો બ્રેક
વાસ્તવમાં જાકીર ખાન હવે પોતાની હેલ્થ પર ધ્યાન આપવા માગે છે. તેને લઈને તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ શેર કરી છે. તેણે લખ્યું કે, 'હું છેલ્લા 10 વર્ષથી ટૂર પર જઈ રહ્યો છું. તમારો પ્રેમ મેળવીને હું ખુદને ખૂબ જ ખુશનસીબ માનુ છું પરંતુ હવે વધુ પ્રવાસ કરવાની ન તો ઈચ્છા છે અને ન તો તે મારા સ્વાસ્થ્ય માટે સારું છે. દરેકને સંતુષ્ટ કરવાનો પ્રયાસ, દિવસમાં 2-3 શો, રાતની ઊંઘ હરામ, સવાર-સવારની ફ્લાઈટ અને હા જમવાનું કોઈ ટાઈમ ટેબલ જ નહીં. હું છેલ્લા એક વર્ષથી બીમાર છું પરંતુ મારે કામ કરવું પડ્યું કારણ કે તે કરવું જરૂરી હતું.'
આ પણ વાંચો: 'અત્યાચાર સહન નહીં કરીએ...' ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી, અમેરિકન્સ માર્ગો પર ઊતર્યા
હું વધારે શો નહીં કરી શકીશ
કોમેડીયને આગળ લખ્યું કે, 'મને સ્ટેજ પર રહેવું પસંદ છે પરંતુ હવે મારે બ્રેક લેવો પડશે. હું આવું કરવા નહોતો માગતો તેથી જ મેં એક વર્ષથી તેને નજરઅંદાજ કર્યું પરંતુ હવે સમય રહેતા મારે સંભાળી લેવું પડશે. તેથી આ વખતે અમે ભારતમાં મર્યાદિત શહેરોમાં જ ટૂર કરીશું. હું વધારે શો નહીં કરી શકીશ અને આ ખાસ રેકોર્ડ બાદ મને એક લાંબા બ્રેક પર જવાની સલાહ આપવામાં આવી છે.'