Entertainment

ઝહીર ઇકબાલે નિર્માતા મુદસ્સર અઝીઝની ત્રણ ફિલ્મોના કરાર કર્યા

By GS Team
23 Nov 20221 min read
This article was originally published on 23 Nov 2022
ઝહીર ઇકબાલે નિર્માતા મુદસ્સર અઝીઝની ત્રણ ફિલ્મોના કરાર કર્યા

- ડબલ એક્સએલના સેટ પર તેનું કામ જોઇને મુદસ્સર પ્રભાવિત થયો 

મુંબઇ: ઝહીર ઇકબાલે નિર્માતા મુદસ્સર સાથે ડબલ એક્સલમાં કામ કર્યું છે. તેના અભિનયથી પ્રભાવિત થઇને  નિર્માાએ તેને પોતાની આગામી 3 ફિલ્મના ઝહીર ઇકબાલ સાથે કરાર કર્યા છે. 

સૂત્રના અનુસાર, અભિનેતા આ ત્રણ ફિલ્મોમાંથી પ્રથમ ફિલ્મનું શૂટિંગ જલદી જ શરૂ કરવાનો છે. ઝહીરની આ ફિલ્મ એક સ્પોર્ટસ વિષય પર આધારિત છે. 

ઉલ્લેખનીય છે કે, ઝહિરે નોટબુક ફિલ્મ દ્વારા બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે. જેમાં તેના અભિનયથી દર્શકો પ્રભાવિત થયા હતા. આ પછી ઝહીરની ડબલ એક્સ ફિલ્મ છે. જેમાંના અભિનયથી નિર્માતાએ તેને પોતાની આગામી 3 ફિલ્મના કરાર તેની સાથે કર્યા છે. સ્પોર્ટસ પર આધારિત ફિલ્મ હજી તો ડેવલપમેન્ટ સ્ટેજમાં બોવાનુ ંસૂત્રે જણાવ્યુ ંહતું. 

ઝહીરે 3 ફિલ્મના કરાર બાબતે જણાવ્યુ ંહતુ ંકે, મુદસ્સર સેટ પર મારા અભિનયથી પ્રભાવિત થયા હતા અને આ પછી તેમણે તેમની સાથે ત્રણ ફિલ્મોના કરાર કરવાની વાત કરી હતી. 

બોલીવૂડમાં નવાસવા ઝહીરે તેને મળેલી આ તક કોઇ રીતે જતી કરી નહી.