યુઝવેન્દ્ર ચહલ સાથે ડેટિંગની ચર્ચા વચ્ચે RJ મહવશની ક્રિપ્ટિક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ
RJ Mahvash Cryptic Post: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે ડેટિંગની અફવાઓ વચ્ચે, આરજે મહવશે મુલ્લાનપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની IPL 2025 ક્વોલિફાયર 1 મેચમાં પંજાબ કિંગ્સનો ઉત્સાહ વધાર્યો. એક દિવસ પછી, આરજે મહવશે સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક સ્ટોરી શેર કરી. મહવશ શરૂઆતમાં ઉત્સાહિત દેખાતી હતી, પરંતુ પંજાબ કિંગ્સની હાર બાદ તે નિરાશ દેખાતી હતી. સ્ટેડિયમમાંથી તેના ઘણા ફોટા અને વીડિયો ઓનલાઈન વાઈરલ થઈ રહ્યા છે. હવે, તેની એક ક્રિપ્ટિક પોસ્ટ વાઈરલ થઈ રહી છે. જેમાં તેણે એથિક્સ વિશે વાત કરી છે.
આરજે મહવશે કરી ક્રિપ્ટિક પોસ્ટ
આરજે મહવશે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે તાજેતરમાં સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સનો ધ્વજ લહેરાવતી અને ફોટા પડાવતી જોવા મળી હતી. તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તેણે ફાઇનલ મેચ લાઇનઅપની પણ આગાહી કરી હતી, લખ્યું હતું કે, 'ભવિષ્યવાણી: ફાઇનલ મેચ આરસીબી વિરુદ્ધ પીબીકેએસ હશે!' રસપ્રદ વાત એ છે કે, મહાવશે પોતાની આ પોસ્ટ પર કમેન્ટ્સ બંધ રાખી હતી. જેના કારણે આ પગલા પાછળના તેના ઇરાદા વિશે અટકળો શરૂ થઈ હતી.
આરજે મહવશે ઇન્સ્ટાગ્રામ પર એક ક્રિપ્ટિક સ્ટોરી શેર કરી છે જે હાલ વાઈરલ થઈ રહી છે. ક્રિપ્ટિક સ્ટોરીમાં મહવશે લખ્યું હતું કે, 'સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તમે જાણો છો કે તમે ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી. તમે હંમેશા તમારા ઇરાદા સારા રાખ્યા છે અને તમને યાદ છે કે તમારે ભગવાન પાસે પાછા ફરવાનું છે. તમારા નૈતિક મૂલ્યો અનુસાર જીવો. અન્ય લોકો જે કહે છે તે બધું ઘોંઘાટ છે. તેને કેન્સલ કરો.'
આ પણ વાંચો: કૃતિ સેનને ડોન થ્રી માટે તૈયારીઓ શરૂ કરી દીધી
યુઝવેન્દ્ર ચહલ અને મહવશના ડેટિંગની અફવાઓ ચાલી રહી છે
મહવશનું નામ યુઝવેન્દ્ર ચહલ સાથે જોડાયું ત્યારથી તે સમાચારમાં છે. ચહલ તાજેતરમાં જ તેની પત્ની ધનશ્રી વર્માથી અલગ થઈ ગયો છે. જોકે મહવશ કે ચહલે આ સંબંધની અફવાઓ વિષે કઈ જ સ્પષ્તા કરી નથી, પરંતુ તેમના વારંવાર જાહેર દેખાવવામાં કારણે અને પંજાબ કિંગ્સને ટેકો આપવાથી ડેટિંગની અફવાઓને વેગ મળ્યો છે.