Get The App

કૃતિ સેનને ડોન થ્રી માટે તૈયારીઓ શરૂ કરી દીધી

Updated: May 30th, 2025

GS TEAM

Google News
Google News
કૃતિ સેનને ડોન થ્રી માટે તૈયારીઓ શરૂ કરી દીધી 1 - image

- ફરહાન અખ્તરની ઓફિસની મુલાકાતે

- ફરહાને જોકે હજુ  સુધી હિરોઈન તરીકે કૃતિના નામની સત્તાવાર જાહેરાત કરી નથી

મુંબઇ: કિયારા અડવાણીએ સગર્ભાવસ્થાને કારણે 'ડોન થ્રી ' છોડી દીધી તે પછી કૃતિ સેનન હિરોઈનનો રોલ કરશે તેવું મનાય છે. કૃતિએ તાજેતરમાં ફરહાન અખ્તરની  ઓફિસની મુલાકાત લીધી હતી. તેના આધારે તેણે સ્ક્રિપ્ટ સેશન સહિતની તૈયારીઓ શરુ કરી દીધી  હોવાનું મનાય છે. 

જોકે, ફરહાન અખ્તરે હજુ  સુધી હિરોઈનનું નામ સત્તાવાર રીતે જાહેર કર્યું નથી.  રણવીર સિંહ આ ફિલ્મમાં ડોનના રોલમાં જોવા મળવાનો છે.  ફિલ્મમાં તેની સાથે વિક્રાંત મૈસી પણ હશે. ફિલ્મનું શૂટિંગ આગામી સપ્ટેમ્બર અથવા  તો ઓક્ટોબરથી  શરુ થશે તેમ 

મનાય છે. 

કૃતિ હાલ 'તેરે ઈશ્ક મેં'નાં શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારબાદ તે 'ડોન થ્રી'નું શૂટિંગ શરુ કરે તેવી ધારણા છે.