Get The App

કેટરિના કૈફનું અસલી નામ જાણી ચોંકી જશો, B ગ્રેડ ફિલ્મોથી સંઘર્ષભરી કારકિર્દી શરૂ કરી હતી

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
કેટરિના કૈફનું અસલી નામ જાણી ચોંકી જશો, B ગ્રેડ ફિલ્મોથી સંઘર્ષભરી કારકિર્દી શરૂ કરી હતી 1 - image


Happy Birthday Katrina Kaif: કેટરિના કૈફની ગણતરી આજે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. આજથી 22 વર્ષ પહેલાં જ્યારે તેણીએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે એક સમય એવો પણ આવશે જ્યારે બીજા દેશમાંથી આવેલી આ છોકરી ઈન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓમાં સામેલ થઈ જશે. આજે તે જે સ્થાન પર છે તે પ્રાપ્ત કરવું તેના માટે બિલકુલ પણ સરળ નહોતું. તેને ન તો હિન્દી ભાષા આવડતી હતી અને ન તો તેનો ફિલ્મો સાથે કોઈ સંબંધ હતો. તેના દિલમાં માત્ર એક જ ઈચ્છા હતી, બોલિવૂડ પર રાજ કરવાની.

આજે એટલે કે 16 જુલાઈના રોજ કેટરિના પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર ચાલો કેટરિનાની ફિલ્મી સફર વિશે વાત કરીએ કે, તે બીજા દેશથી ભારત કેવી રીતે આવી, હિન્દી ન આવડવાને કારણે તેણે કેવી રીતે ફિલ્મમાંથી હાથ ધોવા પડ્યા, કેવી રીતે તે બોલિવૂડની ટોપ એક્ટ્રેસ બની ગઈ. 

કેટરિના કૈફની પર્સનલ લાઈફ

કેટરિના કૈફનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ હોંગકોંગમાં થયો હતો. તેના પિતા મોહમ્મદ કૈફ કાશ્મીરી મૂળના બ્રિટિશ બિઝનેસમેન છે. તેની માતા સુઝૈન ટર્કોટે બ્રિટિશ નાગરિક છે. તેઓ વ્યવસાયે વકીલ અને અંગ્રેજી ટિચર છે. કેટરિનાના માતા-પિતા જ્યારે તે ખૂબ નાની હતી ત્યારે અલગ થઈ ગયા હતા. તેની માતાએ જ કેટરિનાનો ઉછેર કર્યો હતો. ચીન, ફ્રાન્સ સહિત ઘણા દેશોમાં કેટરિનાના માતા ટિચર તરીકે નોકરી કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં કેટરિનાનું બાળપણ પણ અલગ-અલગ દેશોમાં વીત્યું. જ્યારે કેટરિના 14 વર્ષની હતી, ત્યારે તેની માતા તેની સાથે કાયમ માટે પોતાના દેશ ઈંગ્લેન્ડ શિફ્ટ થઈ ગઈ હતી. કેટરિના પાસે પણ ઈંગ્લેન્ડની નાગરિકતા છે. તેનું હોમ ટાઉન લંડન છે.

કેટરિનાએ માત્ર હાઈસ્કૂલ સુધી જ અભ્યાસ કર્યો છે. તે કોલેજ ડ્રોપઆઉટ છે. તે ફિલ્મોમાં કરિયર બનાવવા માગતી હતી. તેથી તેણે કોલેજનો અભ્યાસ છોડી દીધો હતો. વર્ષ 2003માં તે તેની બહેન christine સાથે ઓડિશન આપવા માટે મુંબઈ આવી હતી. તેની બહેન થોડા સમયમાં લંડન પાછી ફરી, પરંતુ કેટરિનાએ અહીં રહેવાનું નક્કી કર્યું. તે 4 લાખ રૂપિયા લઈને આવી હતી. 

કેટરિના કૈફની પ્રોફેશનલ લાઈફ

કેટરિનાએ નક્કી કર્યું હતું કે, જો તે બોલિવૂડમાં તેનું કરિયર ન બનાવી શકે તો તે જે 4 લાખ રૂપિયા લઈને આવી છે તે પૂરા થઈ જાય પછી તે લંડન પાછી જતી રહેશે અને ફરીથી કોલેજ શરૂ કરશે. જોકે, તેને 2003માં જેકી શ્રોફ, અમિતાભ બચ્ચન અને ગુલશન ગ્રોવર અભિનીત ફિલ્મ 'બૂમ' માં કામ મળી ગયુ હતું. આ ફિલ્મ જેકી શ્રોફની પત્ની આયેશાએ પ્રોડ્યૂસ કરી હતી. તે એક બી-ગ્રેડ ફિલ્મ હતી.

કેટરિનાનું અસલ નામ કેટરિના ટર્કોટે છે, પરંતુ ફિલ્મ 'બૂમ'માં કામ કરતી વખતે આયેશા શ્રોફે તેને પોતાની અટક ટર્કોટેથી બદલીને કૈફ રાખવાની સલાહ આપી હતી જેથી ભારતીય દર્શકો તેની સાથે જોડાઈ શકે. કેટરિનાએ તેની વાત માની અને પોતાની અટક બદલી. 'બૂમ' બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી.

સલમાન સાથે આપી પહેલી હિટ ફિલ્મ

'બૂમ' પછી વર્ષ 2005માં કેટરિનાએ સલમાન ખાન સાથે કામ કર્યું. આ ફિલ્મ હતી 'મૈંને પ્યાર ક્યૂં કિયા'. આ બંનેની એક સાથે પહેલી ફિલ્મ હતી. 15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 45.97 કરોડની કમાણી કરી. આ ફિલ્મ હિટ રહી હતી. આ કેટરિનાની પહેલી હિટ ફિલ્મ હતી. આ ફિલ્મ સાથે કેટરિના અને સલમાનની જોડી પણ હિટ થઈ. લોકો તેમને એકસાથે પસંદ કરવા લાગ્યા. ત્યારબાદ બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું અને કેટરિનાનું ભાગ્ય એવું ચમક્યુંકે તે બોલિવૂડ પર રાજ કરવા લાગી. 

કેટરિનાના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી 5 ફિલ્મોમાં ચાર એવી ફિલ્મો છે જેમાં હીરો સલમાન હતો. એક ફિલ્મ આમિર સાથે છે. તમે નીચે તેની ટોપ 5 સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદી જોઈ શકો છો.

કેટરિના કૈફની 5 સૌથી મોટી ફિલ્મ

                             ફિલ્મ

          વર્લ્ડવાઈડ કલેક્શન

ટાઈગર જિંદા હૈ (સલમાન ખાન)

558 કરોડ

ધૂમ 3 (આમિર ખાન)

589 કરોડ

ટાઈગર 3 (સલમાન ખાન)

462. 75 કરોડ

ભારત (સલમાન ખાન)

321 કરોડ

એક થા ટાઈગર (સલમાન ખાન)

320 કરોડ

 

જોન અબ્રાહમની ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી હતી

વર્ષ 2003માં જ જોન અબ્રાહમની 'સયા' નામની એક ફિલ્મ આવી હતી. કેટરિના આ ફિલ્મથી પોતાની કારકિર્દી શરૂ કરવા જઈ રહી હતી. પરંતુ તેને હિન્દી નહોતી આવડતી, તેથી જોને તેને ફિલ્મમાંથી કાઢી મૂકાવી હતી. ત્યારબાદ કેટરિનાને એવું લાગવા લાગ્યું કે તેનું કરિયર ખતમ થઈ ગયુ છે. તે સલમાન સામે ખૂબ રડી. પછી સલમાને તેને સમજાવી અને હિન્દી શીખવાની સલાહ આપી. તેણે એમ પણ કહ્યું કે એક સમય આવશે જ્યારે તું પણ તેને ફિલ્મમાંથી બહાર કાઢી મૂકવાને લાયક બની જઈશ પરંતુ એવું કરીશ નહીં. 2009માં કબીર ખાનના ડાયરેક્શનમાં 'ન્યૂ યોર્ક'માં કેટરિનાને જોનને ફિલ્મમાંથી બહાર કાઢવાની તક મળી, કારણ કે કબીર તેનો સારો મિત્ર હતો. પરંતુ કેટરિનાએ એવું ન કર્યું અને જોન સાથે કામ કર્યું હતું.

Tags :