દુનિયા મહિલાઓ પ્રત્યે ખૂબ જ ક્રૂર છે, ઉર્ફી જાવેદ એલી અવરામના સમર્થનમાં ઊતરી
Urfi Javed Support Elli AvrRam: યૂટ્યુબર આશિષ ચંચલાની અને અભિનેત્રી એલી અવરામ હાલના સમયે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાઇ રહ્યા છે. અમુક દિવસો પહેલા બનેની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી, લોકોએ તો અંદાજો લગાવ્યો છે કે, બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. પણ હજી સુધી રિલેશનશિપ વિશે બંનેમાંથી કોઈએ સ્પષ્ટતા નથી આપી. વાઇરલ તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર એલી ખૂબ જ ટ્રોલ થઈ રહી છે. એ વચ્ચે ટ્રોલર્સને જવાબ આપવા ઉર્ફી જાવેદે એલીને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે.
'બોડી કાઉન્ટ' પર ઉઠયા સવાલ
આશિષે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો અને તસવીરો પોસ્ટ કરી હતી. તસવીરોમાં આશિષ એલીને તેડીને ઊભો છે. એલીના હાથમાં એક ફૂલ છે અને અને બંને ખિલખિલાટ હસી રહ્યા છે. તસવીર શેર કરતાની સાથે આશિષે કેપ્શનમાં લખ્યું છે 'ફાઇનલી'. જે જોઈ અમુક યૂઝર્સે બંનેને અભિનંદન આપી રહ્યા છે તો અમુક યુઝર્સ વાંધાજનક કૉમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે એલીના 'બોડી કાઉન્ટ' પર આશિષ પર નિશાન સાધ્યું. તો બીજા એ કહ્યું કે 'ભાઈનું વજન 70 કિલો છે અને બોડી કાઉન્ટ 100+ છે વાહ'. આ કોમેન્ટ્સ પર ઉર્ફીએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો.
ઉર્ફીએ ટ્રોલર્સને આપ્યો જવાબ
ઉર્ફીએ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી મૌન તોડ્યું. તેણે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એલીના ટ્રોલર્સથી જોડાયેલી પોસ્ટ શેર કરી લખ્યું હતું કે 'આ દુનિયા સ્ત્રીઓ માટે ખૂબ જ ક્રૂર છે, એક છોકરી જે ફક્ત પોતાના કામ સાથે જ વ્યવહાર રાખે છે, તે મારી જેમ વિવાદાસ્પદ પણ નથી,પણ કલ્પના કરો શું? પુરુષને કોઈ નફરત નથી મળતી.પણ સ્ત્રીઓને ટ્રોલ કરવામાં ટ્રોલર્સને મજા આવે છે અને આ રીતે ટ્રોલર્સ પોતાને શ્રેષ્ઠ સમજે છે.’
આ પણ વાંચો : બરખા બિષ્ટ ક્યોં કિ સાસ..માં મિહિરની પ્રેયસી તરીકે દેખાશે
એલીએ પણ ટ્રોલર્સને આપ્યો યોગ્ય જવાબ
એલીએ પણ ટ્રોલર્સને જવાબ આપ્યો અને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ડાયરેક્ટ મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. જેમાં લખ્યું હતું કે, 'તમારા શરીરનો સૌથી સેક્સી ભાગ તમારું મન છે.' તેના પર પ્રતિક્રિયા આપતા એલીએ લખ્યું કે, 'True Story.' આ પોસ્ટને ટ્રોલ્સને યોગ્ય જવાબ માનવામાં આવી રહ્યો છે.