બરખા બિષ્ટ ક્યોં કિ સાસ..માં મિહિરની પ્રેયસી તરીકે દેખાશે
- બરખાએ જાતે શોમાં એન્ટ્રી કન્ફર્મ કરી
- બરખા અનેક હિટ સીરીયલો ઉપરાંત જાણીતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે
મુંબઇ : એકતા કપૂરની હિટ સીરિયલ 'ક્યોકી સાસ ભી કભી બહુ થી'ની સીઝન ટુ આવી રહી છે. જેમાં તુલસી વીરાણીના રોલમાં સ્મૃતિ ઇરાની જોવા મળવાની છે. હવે આ સીરિયલને લઇને અપડેટ છે કે, તેમાં બરખા બિષ્ટની એન્ટ્રી થઇ છે. બરખા તુલસીના પતિ મિહિરના પ્રેમમાં હોવાનું દર્શાવાશે. આમ આ વખતે તુલસી,મિહિર અને બરખાનો પ્રણય ત્રિકોણ જોવા મળશે.
પહેલી સીઝનમાં પણ તુલસીના પતિ મિહિરને મંદિરા બેદી સાતે અફેર હોવનું દર્શાવાયુું હતું.
બરખાએ પોતે આ શોનો ભાગ હોવાનું કન્ફર્મ કર્યું છે. બરખા આ પહેલાં અનેક હિટ ટીવી સીરિયલોમાં દેખાઈ ચૂકી છે. આ ઉપરાંત તેણે 'રામલીલા' સહિતની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
'ક્યોં કિ સાસ ભી કભી બહુ થી'ની નવી સીઝન આ મહિનાની શરુઆતમાં જ ઓન એર થવાની હતી. પરંતુ સેટની ડીઝાઈન બદલવા સહિતનાં કારણોને લીધે આ શોની રીલિઝ વિલંબમાં મૂૂકાઈ છે.