Entertainment

'મને બહુ હેરાન કરી...' પતિ અજય દેવગણ સાથે કામ કરી કંટાળી ગઈ હતી કાજોલ!

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
કાજોલ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'મા'નું પ્રમોશન કરી રહી છે. એક્ટ્રેસને તેના પતિ અજય દેવગણે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ થિયેટરમાં 27 જૂને રિલીઝ થશે. હવે એક ઇન્ટરવ્યુમાં એક્ટ્રેસે પતિ સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'મને બહુ હેરાન કરી...' પતિ અજય દેવગણ સાથે કામ કરી કંટાળી ગઈ હતી કાજોલ!

Image Source: Twitter

Kajol Said Ajay Devgn Harassed Me A Lot: કાજોલ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'મા'નું પ્રમોશન કરી રહી છે. એક્ટ્રેસને તેના પતિ અજય દેવગણે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ થિયેટરમાં 27 જૂને રિલીઝ થશે. હવે એક ઇન્ટરવ્યુમાં એક્ટ્રેસે પતિ સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. 

મને બહુ હેરાન કરી

એક ઇન્ટરવ્યુમાં કાજોલે પોતાના ફની અંદાજમાં અજય સાથે કામ કરવા અંગેના સવાલનો જવાબ આપતાં કહ્યું કે, 'આ પ્રોડ્યુસર (અજય દેવગણ) વિશે હું શું કહું? મને તેણે બહુ હેરાન કરી છે. કોઈ પણ આ વાત પર વિશ્વાસ નહીં કરશે.' આવું બોલતાં જ કાજોલ હસી પડી. ત્યારબાદ તેણે સીરિયસ થતાં કહ્યું કે, ના આવું બિલ્કુલ નથી. તેના વિશે મારે આ વાત કહેવી પડશે. અજય શાનદાર પ્રોડ્યુસર છે.

આ પણ વાંચો: લગ્ન વિશેના સમાચાર મીડિયામાં આવતા જ જાણીતા અભિનેતાની પત્ની રડી પડી હતી, જાણો કેમ?

ચાહકો કાજોલની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

ફિલ્મ 'મા'ની વાત કરીએ તો આ ફિલ્મ હોરર અને માઇથોલૉજીનું મિક્સ છે. આ ફિલ્મમાં રોનિત રોય, ઈન્દ્રનીલ સેનગુપ્તા પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરમાં યુઝર્સને કાજોલનો ઇન્ટેન્સ અવતાર ખૂબ પસંદ આવ્યો છે. તે પોતાની દીકરીને બચાવવા માટે સુપરનેચરલ શક્તિઓ સામે લડતી જોવા મળશે. ચાહકો કાજોલની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અભિનેત્રીની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ 'દો પટ્ટી' હતી. તે OTT પર રિલીઝ થઈ હતી.