દલેર મહેંદી અને મીકા સિંહ કેમ થયા હતા અલગ? નાના ભાઈની વાતથી ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતા સિંગર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Daler Mehndi Recalls Mika Split: પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના બે દિગ્ગજ ભાઈઓ દલેર મહેંદી અને મીકા સિંહની જોડીને સમગ્ર દેશ જાણે છે. હાલમાં ઉત્તરાખંડના કુંજાપુરી મેળામાં થયેલા વિવાદને પગલે દલેર મહેંદી ભારે ચર્ચામાં છે, ત્યારે તેમનો એક જૂનો ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ રહ્યો છે. આ ઇન્ટરવ્યુમાં દલેરે પોતાના નાના ભાઈ મીકા સિંહ સાથે થયેલા અલગાવ અને તે દર્દનાક ક્ષણને યાદ કરી હતી, જેને યાદ કરીને આજે પણ તેમની આંખો ભીની થઈ જાય છે.
‘જ્યારે મીકાએ કહ્યું કે મારે અલગ ગાવું છે’
ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે દલેર મહેંદીને પૂછવામાં આવ્યું કે આખો પરિવાર અને બંને ભાઈઓ સાથે મળીને ગાતા હતા, તો પછી અચાનક અલગ થવાની જરૂર કેમ પડી? તેના જવાબમાં દલેરે જણાવ્યું કે એક દિવસ અચાનક મીકા તેમની પાસે આવ્યો અને કહ્યું કે તે હવે પોતાની રીતે અલગ ગીતો ગાવા માંગે છે.
નાના ભાઈના મોંઢેથી અલગ થવાની વાત સાંભળતાં જ દલેર મહેંદી ભાંગી પડ્યા હતા. તેમણે પોતાની પત્નીને ફોન કર્યો અને તે દિવસે કલાકો સુધી ખૂબ રડ્યા હતા. તેમને સમજાતું નહોતું કે જે નાના ભાઈને તેમણે આટલા પ્રેમથી સાચવ્યો છે તે અચાનક આવી વાતો કેમ કરવા લાગ્યો છે.
મોટા ભાઈની ફરજ: મીકા માટે જાતે બનાવ્યો સ્ટુડિયો
સંબંધોમાં અંતર આવ્યું હોવા છતાં મોટા ભાઈ તરીકેની ફરજ નિભાવવામાં દલેરે કોઈ કસર છોડી નહોતી. તેમણે મીકા સિંહનું પહેલું આલ્બમ રેકોર્ડ કરાવ્યું, તેના માટે અલાયદો સ્ટુડિયો સેટઅપ કરી આપ્યો અને તેનો તમામ આર્થિક ખર્ચ પણ જાતે ઉઠાવ્યો હતો. દલેરે ગર્વ સાથે કહ્યું કે તેમનો નાનો ભાઈ જ્યારે પણ ગાય છે અને સફળ થાય છે, ત્યારે તેમને ખૂબ આનંદ થાય છે.
સંબંધીઓ અને મિત્રોએ સંબંધોમાં ઝેર ઘોળ્યું
બંને ભાઈઓ વચ્ચે પડેલી તિરાડ પાછળનું કડવું સત્ય ઉજાગર કરતાં દલેર મહેંદીએ જણાવ્યું કે જ્યારે તમે સફળતા અને પ્રગતિના શિખરે પહોંચો છો, ત્યારે ઘણા એવા સ્વાર્થી લોકો તમારી સાથે જોડાઈ જાય છે જે તમને લૂંટવા માંગતા હોય છે. તેમણે જણાવ્યું કે કેટલાક નજીકના સંબંધીઓ અને કહેવાતા મિત્રોએ જ તેમના બંને ભાઈઓ વચ્ચે ગેરસમજ અને અંતર ઊભું કર્યું હતું. આ ષડયંત્રની સચ્ચાઈ તેમને ત્રણ મહિના પછી ખબર પડી હતી.
દલેરે દર્દ વ્યક્ત કરતાં કહ્યું કે મીઠું બોલનારા અને સફળતાથી અંદરખાને ઈર્ષ્યા કરતા સંબંધીઓ જ ઘણીવાર પરિવારના સભ્યો વચ્ચે ઝેર ઘોળવાનું અને સંબંધો તોડવાનું કામ કરતા હોય છે.




