જ્યારે સુશાંત સિંહ રાજપૂતે જણાવી હતી પોતાના જીવનની ત્રણ મોટી ભૂલો, એક્ટરનો જૂનો વીડિયો વાઈરલ
સુશાંતે કરી હતી આ ત્રણ ભૂલ
સોશિયલ મીડિયા પર સ્વર્ગીય અભિનેતા સુશાંત સિહ રાજપૂતનો એક વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે જે તેની ડેબ્યૂ ફિલ્મના ઈન્ટરવ્યૂનો છે. એક ઈન્ટરવ્યૂમાં સુશાંત સિહને પૂછવામાં આવ્યું કે તેના જીવનની ત્રણ ભૂલ કઇ હતી, તેનો જવાબ આપતા સુશાંતે કહ્યું કે, 'હું ક્યારે તેને ભૂલ નથી માનતો.' સુશાંતે આગળ તેની ત્રણ ભૂલ વિશે વાત કરતા કહ્યું કે, 'પહેલી ભૂલ એન્જિનિયરિંગ કોલેજમાં ટોપના સ્થાને હતો અને મેં કોલેજ છોડી દીધી, કારણ કે હું હીરો બનવા ઈચ્છતો હતો, એટલે મને લાગે છે કે તે મારી પહેલી ભૂલ છે. બીજી ભૂલ ત્યારે થઈ, જ્યારે ટેલિવિઝન પર હું ટોપ પર હતો અને મને સારા રૂપિયા અને આબરૂ મળતી હતી, મેં બસ શીખવા માટે વગર કોઈ કારણે ટેલિવિઝનથી પણ દૂરી બનાવી. એટલે મને લાગે છે કે તે મારી બીજી ભૂલ હતી. અને ત્રીજી ભૂલ એ છે કે ભવિષ્યમાં પણ હું આવી ભૂલ કરવાનું વિચાર કરી રહ્યો છું.'
'મને કોઈ ઓળખતું નહોતું'
આ ઈન્ટરવ્યૂમાં સુશાંતે આગળ કહ્યું હતું કે, 'આ ક્ષણ મારા માટે ખૂબ સારી છે, કારણકે ફિલ્મમેકર સાથે હું કામ કરી રહ્યો છું. તેમણે મને ટીવી પર ક્યારેય જોયો નહોતો. તેમણે મારા ઓડિશન ટેપ જોયા હતા અને તેના આધારે મને સિલેક્ટ કર્યો હતો.'