| Image : instantbollywood |
Rekha Say About Marriage : પરદેસ ફેમ મહિમા ચૌધરી અને સંજય મિશ્રા અભિનીત ફિલ્મ 'દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી' આજે (19 ડિસેમ્બર) સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ પહેલા ફિલ્મનું સ્ક્રિનિંગ હોસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં પીઢ અભિનેત્રી અને બોલિવૂડની એવરગ્રીન એક્ટ્રેસ રેખા પણ પહોંચી હતી. મહિમા ચૌધરી સાથે પોઝ આપતી વખતે રેખાએ પાપારાઝીને કંઈક એવું કહ્યું કે બધા દંગ રહી ગયા.
રેખાએ પોતાના લગ્ન વિશે આ વાત કહી
'દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી' ના સ્ક્રિનિંગના વાઈરલ વીડિયોમાં રેખા અને મહિમા ચૌધરી પાપારાઝી સાથે વાત કરતા જોવા મળ્યા હતા. જેમાં રેખા સફેદ સૂટ અને પ્રિન્ટેડ દુપટ્ટામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. 71 વર્ષીય એક્ટ્રેસ લાલ લિપસ્ટિક અને વાળમાં સિંદૂર લગાવેલી જોવા મળે છે, સાથે કાળા ગોગલ્સ પણ લગાવેલા છે.
આ દરમિયાન ગોલ્ડન આઉટફિટમાં આવેલી મહિમા ચૌધરીએ કહ્યું કે, 'મેં બીજી વાર લગ્ન કર્યા છે.' જેના વિશે રેખા જવાબ આપે છે કે, 'લગ્ન પહેલા હોય કે બીજા, લગ્ન તો મે કર્યા છે જિંદગીથી...' આ સાંભળીને મહિમાએ પ્રતિક્રિયા આપે છે કે, 'વાહ, આવું જ થવું જોઈએ.' આ પછી રેખા આગળ ઉમેરે છે કે, 'લગ્ન પ્રેમનું બીજું નામ છે. જો પ્રેમ હોય, તો લગ્ન હોય. જો લગ્ન હોય, તો પ્રેમ હોય.'
રેખાનું લવ લાઈફ
રેખાની લવ લાઈફ ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. આમ તો અનેક સેલિબ્રિટીઝ સાથે તેમનું નામ જોડાયું છે. ખાસ કરીને રેખા અને અમિતાભ બચ્ચનની લવ સ્ટોરી ખૂબ ચર્ચામાં રહી હતી. જોકે, આ કપલ અલગ થઈ ગયું હતું. રેખાએ દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલ સાથે પણ લગ્ન કર્યા હતા. જોકે, મુકેશે લગ્નના એક વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારથી રેખા સિંગલ રહી છે.
જોકે, રેખા હંમેશા માંગમાં સિંદૂર લગાવીને રાખે છે. જેને લઈને દરેક એ જાણવા ઉત્સુક રહે છે કે તેમણે માંગમાં સિંદૂર કેમ લગાવ્યું છે. જ્યારે રેખાએ કહ્યું હતું કે, 'આ મારા માટે એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે.' જોકે, રેખાનું જીવન ઘણા લોકો માટે એક રહસ્યથી ઓછું નથી.


