Get The App

વિવેક ઓબેરોય નિતેશની રામાયણમાં વિદ્યુતજિહ્વાની ભૂમિકામાં જોવા મળશે

Updated: Jun 7th, 2025

GS TEAM

Google News
Google News
વિવેક ઓબેરોય નિતેશની રામાયણમાં વિદ્યુતજિહ્વાની ભૂમિકામાં જોવા મળશે 1 - image


- અનિલકપૂરઅને વિક્રાંત મેસી આ ફિલ્મનો હિસ્સો હોવાની વાત અફવા માત્ર

મુંબઇ: નિતેશ તિવારીની રામાયણનું શૂટિંગ ચાલી રહ્યું  છે તેવામાં આ ફિલ્મને લઇને અપડેટ આવ્યા કરે છે. જોકે નિતેશ તિવારી સત્તાવાર રીતે ઘોષણા કરતો નથી. હવે રિપોર્ટ છે કે, વિવેક ઓબેરોય આ ફિલ્મમાં વિદ્યુતજિહ્વાના રોલમાં જોવા મળશે જે રામ-રાવણના યુદ્ધમાં સામેલ થશે. રિપોર્ટમાંએમ પણ જણાવવામાં આવ્યું છે કે, અનિલ કપૂર અને વિક્રેાંત મેસીની આ ફિલ્મમાં એન્ટ્રી હોવાની વાત અફવા માત્ર છે. તેઓ આ ફિલ્મનો હિસ્સો નથી.

રિપોર્ટમાં પહેલા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અનિલ રાજા જનક અને વિક્રાંત મેસી મેઘનાદની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ રામાયણમાં રણબીરકપૂર ભગવાન રામ, સાઇ પલ્લવી માતા સીતા. યશ રાવણ અને સની દેઓલ હનુમાનની ભૂમિકા ભજવી રહ્યો છે. 

Tags :