Entertainment

તમન્ના સાથે બ્રેક અપ બાદ વિજય વર્માનું ફાતિમા સના શેખ સાથે ડેટિંગ

By GS TEAM
26 Jun 20251 min read
તમન્ના સાથે બ્રેક અપ બાદ વિજય વર્માનું ફાતિમા સના શેખ સાથે ડેટિંગ

- બંને કેટલાક સમયથી સાથે દેખાઈ રહ્યાં છે

- ફાતિમાની મેટ્રો ઈન દિનોં ફિલ્મ આવી રહી હોવાથી પ્રચારના ભાગરુપે અફવા ઉડાવાયાની પણ ચર્ચા

મુંબઇ : તમન્ના ભાટિયા સાથે બ્રેક અપ બાદ વિજય વર્મા હવે ફાતિમા સના શેખ સાથે ડેટિંગ કરી રહ્યો હોવાની અફવા ઉડી છે. જોકે, આ અફવા  ફાતિમા સના શેખની આગામી ફિલ્મ 'મેટ્રો ઈન દિનો'નાં પ્રચાર માટે ઉડાડવામાં આવી છે કે શું તેવી પણ ચર્ચા છે. બોલીવૂડમાં કોઈ કલાકારની નવી ફિલ્મ આવવાની હોય તે પહેલાં તેના પ્રેમ સંબંધ કે અન્ય બાબતોએ અફવા ઉડાડવી બહુ કોમન છે. મોટાભાગે જે તે કલાકારોની પીઆર એજન્સીઓ જ આવી અફવાઓ શરુ કરતી હોય છે જેથી એ બહાને સંબંધિત કલાકારનું નામ ચર્ચાયા કરે. 

વિજય વર્મા તથા તમન્ના ભાટિયા વચ્ચે બ્રેક અપનું મુખ્ય કારણ એ હતું કે તમન્ના લગ્ન કરવા માગતી હતી જ્યારે વિજય વર્મા કેરિયર પર ફોક્સ કરવા માગતો હતો. બંને લગ્ન કરી લેશે તેવું લગભગ નક્કી મનાતું હતું ત્યાં તેમના બ્રેક અપના સમાચારોથી ચાહકો બહુ નિરાશ થયા હતા. 

એક કેફે બહાર વિજય અને તમન્ના એકબીજાને કિસ તથા હગ કરી રહ્યા છે તેવો વિડીયો બહાર આવ્યો છે. જોકે, આ વિડીયો ક્યારનો છે તેની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.