'મારી ફિલ્મો હિટ થઈ રહી છે તેથી બદનામ કરવાનું ષડયંત્ર', કાસ્ટિંગ કાઉચના આરોપ પર વિજય સેતુપતિનો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vijay Sethupathi denies Casting Couch Allegations: તમિલ એક્ટર વિજય સેતુપતિ પર તાજેતરમાં એક મહિલાએ કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો છે. મહિલાએ X પર ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. હવે આ આરોપો પર એક્ટર વિજય સેતુપતિએ પ્રતિક્રિયા આપી છે. એક્ટરે આ આરોપોને ખોટા ગણાવ્યા છે અને કહ્યું કે, 'આ પ્રકારના આરોપો મને દુઃખી કરી શકે નહીં. પણ હા આ આરોપોથી મારો પરિવાર અને મારા નજીકના મિત્રો ખૂબ જ દુઃખી છે. પરંતુ આ આરોપ પાયાવિહોણા છે અને મને બદનામ કરવાનું ષડયંત્ર છે.'
કાસ્ટિંગ કાઉચના આરોપો પર વિજયે શું કહ્યું?
એક ઈન્ટરવ્યૂમાં, વિજય સેતુપતિએ આ આરોપોને ખોટા ગણાવ્યા છે અને કહ્યું કે, 'મેં આ મામલે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી છે. જે કોઈ મને થોડો પણ ઓળખે છે તે આના પર હસશે. હું મારા વિશે પણ જાણું છું. આવો આરોપ મને નુકસાન પહોંચાડી શકે નહીં. મારા પરિવારના સભ્યો અને નજીકના મિત્રો આનાથી ખૂબ જ દુઃખી છે, પરંતુ મેં તેમને કહ્યું કે ચિંતા છોડી દો. આ મહિલા (જેણે આરોપ લગાવ્યો છે)એ બધાનું ધ્યાન ખેંચવા માટે આવું કરી રહી છે. તેને થોડી ક્ષણો માટે ખ્યાતિ મળી છે, તેને તેનો આનંદ માણવા દો.'
આ અંગે એક્ટરે વધુમાં કહ્યું કે, 'મેં સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. છેલ્લા સાત વર્ષથી હું મારા વિરુદ્ધ આવી અફવાઓનો સામનો કરી રહ્યો છું. પરંતુ મને આનાથી કોઈ ફરક નથી પડતો અને ભવિષ્યમાં પણ નહીં પડે.'
મારી ફિલ્મો હિટ થઈ રહી છે તેથી બદનામ કરવાનું ષડયંત્ર: વિજય
વિજયે આ મામલે એવું પણ કહ્યું કે, 'મારી નવી ફિલ્મ 'થલૈવન થલૈવી' સારી ચાલી રહી હોવાથી મને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. મારી ફિલ્મ હિટ થઈ રહી છે, કદાચ કેટલાક ઈર્ષાળુ લોકો વિચારે છે કે મને બદનામ કરીને ફિલ્મને નુકસાન પહોંચાડી શકાય છે, પરંતુ આવું થતું નથી. આજના યુગમાં, કોઈપણ વ્યક્તિ કોઈપણ વિશે કંઈપણ લખી શકે છે. તમારે ફક્ત એક સોશિયલ મીડિયા એકાઉન્ટની જરૂર છે અને તમે કોઈપણ ડર વિના જે ઇચ્છો તે લખી શકો છો.'
આ પણ વાંચો: જ્યારે ચંપલ લઈને ચંપક ચાચાની પાછળ દોડી..., બબીતાજીએ તારક મહેતાના સેટનો કિસ્સો જણાવ્યો
શું છે આખો મામલો?
તાજેતરમાં, રામ્યા મોહન નામની એક મહિલાએ સોશિયલ મીડિયા પર તમિલ ફિલ્મ ઉદ્યોગ વિશે અનેક દાવા કર્યા હતા જેમાં વિજય સેતુપતિનો અંગે પણ દાવો કરવામાં આવ્યો હતો. જોકે, પાછળથી આ પોસ્ટ ડીલીટ કરી દેવામાં આવી હતી અને તે એકાઉન્ટ પણ ડીએક્ટીવ કરવામાં આવ્યું હતું.
રામ્યા મોહને લખ્યું હતું, 'કોલિવૂડમાં ડ્રગ્સ અને કાસ્ટિંગ કાઉચ કલ્ચર કોઈ મજાક નથી. હું જે છોકરીને જાણું છું, જે હવે એક જાણીતો ચહેરો છે, તેને આ ગંદકીમાં ધકેલી દેવામાં આવી હતી. આજે તે એક રિહેબ સેન્ટરમાં છે. ડ્રગ્સ, માનસિક શોષણ અને કાસ્ટિંગ કાઉચને આ ઇન્ડસ્ટ્રી 'નોર્મ્સ'ના નામે ડ્રગ્સ, માનસિક શોષણ અને કાસ્ટિંગ કાઉચ ચાલી રહ્યું છે. વિજય સેતુપતિએ તેણીને 'કારવેન ફેવર' માટે 2 લાખ રૂપિયા અને 'ડ્રાઇવ' માટે 50 હજાર રૂપિયાની ઓફર કરી હતી. તેમાં વર્ષો સુધી તેનું શોષણ કર્યું અને હવે તે સોશિયલ મીડિયા પર સંત બનતો ફરે છે.'









