ધૂમ ફોરમાં દિગ્દર્શક તરીકે વિજય કૃષ્ણ આચાર્ય રીપિટ

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
ધૂમ ફોરમાં દિગ્દર્શક તરીકે વિજય કૃષ્ણ આચાર્ય રીપિટ 1 - image


- વિજય કૃષ્ણએ જ સ્ક્રિપ્ટ પણ લખી નાખી છે

- અભિષેક રીપિટ નહિ થવાનો હોવાથી પોલીસ અધિકારી તરીકે નવા કલાકારની શોધ

મુંબઈ : 'ધૂમ ફોર'માં દિગ્દર્શક તરીકે વિજય કૃષ્ણ આચાર્ય રીપિટ થયા છે. તેમણે જ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે. 'ધૂમ થ્રી'નું દિગ્દર્શન પણ તેમણે કર્યું હતું જ્યારે આ ફ્રેન્ચાઈઝીના પહેલા બે ભાગનું  દિગ્દર્શન સંજય ગઢવીએ કર્યું હતું. આ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકામાં રણબીર કપૂરની પસંદગી થઈ ગઈ છે.  આ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા જ્હોન અબ્રાહમે ભજવી હતી. ત્યાર બાદ બીજા ભાગમાં  હૃતિક રોશન તથા ત્રીજા ભાગમાં આમિર ખાન આ ભૂમિકા ભજવી ચૂક્યા છે. 

ચોથા ભાગની વિશેષતા એ હશે કે આ વખતે અભિષેક બચ્ચન પોલીસ અધિકારીની ભૂમિકામાં રીપિટ નહીં થાય. પોલીસ અધિકારીના રોલ માટે કોઈ નવા કલાકારની શોધ ચાલી રહી છે. આ વખતે ધૂમ સીરિઝમાં ઉદય ચોપરા પણ નહીં હોય. 

જોકે, પ્રોડક્શન હાઉસ યશરાજ  ફિલ્મ્સ દ્વારા હજુ સુધી કાસ્ટ કે ડાયરેક્ટર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

Dhoom-4

Google NewsGoogle News