તંગદિલીને પગલે વિજય દેવરકોંડાની ફિલ્મ એક મહિનો પાછળ ઠેલાઈ

- કિંગડમ 30 મે ને બદલે ૪થી જુલાઈએ આવશે
- હાલના માહોલમાં ફિલ્મનું પ્રમોશન સહિતની એક્ટિવિટી શક્ય નહિ હોવાથી નિર્ણય
મુંબઇ : ભારત-પાકિસ્તાન વચ્ચેની હાલની તંગદિલીના પગલે વિજય દેવરકોંડાની 'કિંગડમ' ફિલ્મ પાછળ ઠેલવામાં આવી છે. આ ફિલ્મ તા. ૩૦મી મેના રોજ રીલિઝ થવાની હતી તેને બદલે હવે ચોથી જુલાઈએ રીલિઝ કરાશે.
વિજય દેવરકોંડાએ પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી નવી રીલિઝ ડેટ જાહેર કરી હતી. તેમાં જણાવાયું છે કે ૩૦ મેના દિવસે ફિલ્મની રીલિઝની અમારી તૈયારી હતી પરંતુ દેશની હાલની પરિસ્થિતિ જોઇને હાલ ફિલ્મના પ્રમોશન અને જશ્નની કોઈ શક્યતા નથી. તેથી હવે આ ફિલ્મને ચોથી જુલાઇના રોજ રિલીઝ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ફિલ્મનાં ટીઝરને અત્યાર સુધીમાં એક કરોડથી વધારે વ્યૂ મળી ચૂક્યા છે.

