વિદ્યા બાલનની કહાની થ્રીની સ્ક્રિપ્ટ તૈયારઃ ટૂંક સમયમાં શૂટિંગ

- ડાયરેક્ટર સુજોય ઘોષે તૈયારીઓ પૂર્ણ કરી
- કહાનીની અગાઉની ફ્રેન્ચાઈઝીના મોટાભાગના કલાકારો રીપિટ થઈ શકે
મુંબઇ : વિદ્યા બાલનની 'કહાની થ્રી'નું શૂટિંગ ટૂંક સમયમાં શરુ થશે.
સર્જકોએ ફિલ્મની સ્ક્રિપ્ટ ઓલરેડી તૈયાર કરી દીધી છે. જોકે, ફિલ્મ વિશે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી.
ફિલ્મ 'કહાની' ૨૦૧૨મા રીલિઝ થઇ હતી, આ પછી તેના ચાર વરસે 'કહાની ટૂ' રીલિઝ થઇહતી.
આ બન્ને ફિલ્મો બોક્સઓફિસ પર સફળ રહી હતી.
આજકાલ ફ્રેન્ચાઈઝી ફિલ્મો ટ્રેન્ડમાં હોવાથી સુજોય ઘોષે આ વાર્તા આગળ વધારવાનું નક્કી કર્યું છે. સ્ક્રિપ્ટ ફાઈનલ કરવા સાથે તેણે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.
સુજોય ઘોષ ત્રીજા ભાગમાં ઓરિજિનલ સ્ટારકાસ્ટને જ રીપિટ કરે તેવી શક્યતા છે. મતલબ કે વિદ્યા બાલન ઉપરાંત આ ફિલ્મમાં પરમબ્રત ચેટર્જી , નવાઝુદ્દીન સિદ્દીકી અને સાસ્વતા ફરી જોવા મળી શકે છે.

