વિદ્યા બાલન 'ભૂલ ભૂલૈયા ટુ'માં ફરી જોવા મળે તેવી શક્યતા
- પ્રથમ હિસ્સામાં તેણે મંજૂલિકાનું પાત્ર ભજવ્યું હતું
મુંબઇ : ઘણી ફિલ્મોના પાત્રો લાંબા સમય સુધી યાદ રહી જતા હોય છે. ફિલ્મ ભૂલ ભૂલૈયામાં વિદ્યા બાલને ભજવેલું મંજૂલિકાના પાત્રને આજે પણ દર્શકો ભૂલ્યા નથી.
હવે ભૂલ ભૂલૈયા ટુ બની રહી છે ત્યારે ચર્ચા છે કે, વિદ્યા બાલન ફરી આ ફિલ્મમાં કામ કરતી જોવા મળશે.
મળેલી વાતને સાચી માનીએ તો, વિદ્યા અને ફિલ્મના દિગ્દર્શક અનીસ બઝમીની વાતચીત થઇ ગઇ છે.
વિદ્યા ભૂલ ભૂલૈયા ટુમાં ફરી જોવા મળવાની છે. જોકે આ વાત હજી સુધી કન્ફર્મ થઇ નથી કે વિદ્યા ફક્ત પોતાના પર ફિલ્માવામાં આવેલા ગી અમી જે તોમાર પર ડાન્સ કરતી જોવા મળશે અથવા ક્લાઇમેકસ પછી.
તો બીજી તરફ ભૂલ ભૂલૈયા ટુની ટીમના અનુસાર, વિદ્યા બાલનને ભૂલ ભૂલૈયા ટુમાં લેવામાં આવી નથી. આ વખતે આ ફિલ્મમાં કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબુ જોવા મળવાના છે.