Entertainment

વિકી કૌશલની મહાઅવતાર ફિલ્મ ફરી પાછળ ધકેલાઈ ગઈ

By GS TEAM
26 Aug 20251 min read
વિકી કૌશલની મહાઅવતાર ફિલ્મ ફરી પાછળ ધકેલાઈ ગઈ

- હવે 2027માં રીલિઝની ધૂંધળી  શક્યતા 

- ભગવાન પરશુરામ પરની ફિલ્મને બજેટના જ ઈશ્યૂ નડી રહ્યા હોવાની ચર્ચા

મુંબઈ : વિકી કૌશલની ફિલ્મ 'મહાઅવતાર' ફરી પાછળ ધકેલાઈ ગઈ છે. આ ફિલ્મનું શૂટિંગ આવતાં  વર્ષનાં એપ્રિલ પહેલાં ચાલુ થાય તેવી કોઈ શક્યતા નથી. અગાઉ, ફિલ્મ ડિસેમ્બર ૨૦૨૬માં રીલિઝ કરી દેવાશે તેવી ચર્ચા હતી પરંતુ હવે આ ફિલ્મ ૨૦૨૭માં રીલિઝ થાય તેવી ધૂંધળી શક્યતા છે. 

વિકી કૌશલ હાલ 'લવ એન્ડ વોર' સહિતની ફિલ્મોમાં વ્યસ્ત હોવાથી આ ફિલ્મનું શૂટિંગ શિડયૂલ ન ગોઠવાતું હોવાનો દાવો થઈ રહ્યો છે. પરંતુ,  વાસ્તવમાં બોલીવૂડ વર્તુળોમાં ચર્ચા મુજબ  ફિલ્મનું બજેટ બહુ વધારે  પડતું આંકવામાં આવ્યું હોવાથી તે અંગે હવે ફેરવિચારણા થઈ રહી છે. અમર કૌશિકના દિગ્દર્શન હેઠળની આ ફિલ્મમાં વિકી કૌશલ ભગવાન પરશુરામની ભૂમિકા ભજવવાનો છે. આ  ફિલ્મ માટે તેણે કેટલાક મહિનાઓ સુધી ફિઝિકલ ટ્રેનિંગ પણ લેવી પડે તેમ છે.