રાકેશ શર્માની બાયોપિકમાંથી વિક્કી કૌશલનું પત્તુ કપાયું ?
- વિકીના સ્થાને ફરહાન અખ્તર ગોઠવાઇ ગયાની વાત
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.30 જુલાઈ 2020, ગુરુવાર
ભારતીય વિજ્ઞાાનિક રાકેશ શર્માની બાયોપિક લાંબા સમયથી અટકી પડી છે આ ફિલ્મની શરૂઆતમાં આમિર ખાન, શાહરૂખ ખાનના નામ જોડાયા હતા. આ પછી વિક્કી કૌશલને ફાઇનલ કર્યો હોવાની વાત હતી. પરંતુ હવે ફરહાન અખ્તરનું નામ બોલાઇ રહ્યું હોવાની ચર્ચા છે.
મળેલી વાતને સાચી માનીએ તો, લાંબા સમયની ચર્ચા પછી હવે મેકર્સે ફરહાન અખતરને ફાઇનલ કર્યો છે. જોકે ફરહાન સાથે હજી વાટાઘાટ ચાલીરહ્યો છે જે પૂરો થતાં જ ફરહાન આ ફિલ્મના પોતાના પાત્ર પર કામ કરવાનું શરૂ કરી દેશે. ફિલ્મની સ્ક્રિપ્ટ પૂરી થઇ ગઇ છે અને લીડ એકટર પણ ફાઇનલ કરી દેવામાં આવ્યો છે. તેથી ફિલ્મસર્જક જલદી જ ફિલ્મના શૂટિંગની યોજના શરૂ કરી દે તેવી પૂરી શક્યતા છે.
ફરહાન અખ્તરે ભાગ મિલ્ખા ભાગમાં પોતાની અભિનય ક્ષમતા દર્શાવી છે. હાલ તે રાકેશ ઓમ પ્રકાશ મહેરાની તૂફાનની તૈયારીમાં વ્યસ્ત છે જેમાં તે એક બોક્સરનું પાત્ર ભજવવાનો છે.