લિજન્ડરી ફિલ્મ સર્જક ગુરૂદત્તના રોલ માટે વિક્કી કૌશલને ઓફર

ગુરૂદત્તની બાયોપિક બની રહી છે
મુંબઇ: બોલીવૂડના ઓલ ટાઈમ ગ્રેટ ફિલ્મ સર્જકોની હરોળમાં સ્થાન પામતા સ્વ. ગુરુદત્તની બાયોપિક બની રહી છે. બાયોપિકમાં મુખ્ય ભૂમિકા માટે વિક્કી કૌશલનો સંપર્ક કરવામાં આવ્યો છે.
ગુરુદત્તની બાયોપિકના હક્કો ધરાવતી કંપનીએ કન્ફર્મ કર્યું હતું કે વિક્કી કૌશલને આ રોલ ઓફર કરાયો છે. ગુરુદત્તની 'પ્યાસા', 'કાગઝ કે ફૂલ' સહિતની ફિલ્મો બોલીવૂડની ઓલ ટાઈમ ક્લાસિક્સમાં સ્થાન પામે છે. તેમની જિંદગીમાં અનેક ચઢાવ ઉતાર રહ્યા હતા. આ પ્રતિભાશાળી દિગ્ગ્દર્શકે આખરે આત્મહત્યા કરીને જિંદગીનો અંત આણ્યો હતો.

