જાણીતા સાઉથ એક્ટર મદન બોબનું કેન્સરના કારણે નિધન, 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Tamil Actor Madhan Bob Passed Away: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા તમિલ એક્ટર, કોમેડિયન , સંગીતકાર અને ટીવી કલાકાર એસ. કૃષ્ણમૂર્તિ ઉર્ફ મદન બોબનું આજે નિધન થયુ છે. બોબે 71 વર્ષની વયમાં ગત મોડી રાત્રે (2 ઓગસ્ટ) અંતિમ શ્વાસ લીધો હતો. એક્ટરના મોતથી તેમના પરિવાર સહિત ચાહકો અને સાઉથ ફિલ્મ ઈન્સ્ટ્રીમાં માહોલ ગમગીન બન્યો છે.
કેન્સરની બીમારી સામે હાર્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મદન બોબ છેલ્લા કેટલાક વર્ષોથી કેન્સર સામે ઝઝૂમી રહ્યો હતો. લાંબા સમય સુધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમ્યા બાદ શનિવારે રાત્રે એક્ટરે ચેન્નઈ સ્થિત નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. મદન બોબ સાઉથ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ ટેલેન્ટેડ અને પ્રસિદ્ધ એક્ટર હતા. તેમણે પોતાની અદાકારીથી હંમેશા દર્શકોનું દિલ જીત્યું હતું. અત્યંત વર્સેટાઈલ એક્ટર ઉમદા અભિનય માટે લોકપ્રિય હતા. મદન બોબે પોતાના કરિયરમાં રજનીકાંત, કમલ હાસન, અજિત કુમાર, સૂર્યા અને વિજય જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું હતું.
આ પણ વાંચોઃ 36 વર્ષ બાદ ફરી રજનીકાન્તની ફિલ્મને 'એ' રેટિંગ મળ્યું
સંગીતકાર તરીકે ફેમસ હતા બોબ
એક્ટિંગ ઉપરાંત સંગીતમાં પણ શ્રેષ્ઠ રૂચિ ધરાવતા હતાં. તે એક્ટરની સાથે સાથે સફળ સંગીતકાર પણ હતાં. કોમેડિયન તરીકે પણ જાણીતા હતા. સિલ્વર સ્ક્રિન પર પણ ચાહકોને ખુશ કર્યા બાદ મદન બોબે ટીવી પર પણ કામ કર્યું હતું. તે કોમેડી શો 'અસાથાપોવાધુ યારૂ'માં જજ હતાં. અનેક ટીવી સિરિયલ્સમાં પણ કામ કર્યું હતું.
કરિયરની શરૂઆત એક્ટિંગથી કરી
મદન બોબે વર્ષ 1984માં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મ 'નીંગલ કેટ્ટવઈ' હતી. બાદમાં 'જેમિની', 'થિરૂદા-થિરૂદા', 'થેવર મગન', 'ફ્રેન્ડ્સ', 'કન્નુક્કુલ નિલાવુ' સહિત અનેક શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું હતું. તમિલ ફિલ્મો ઉપરાંત મલયાલમ અને હિન્દી ફિલ્મ ચાચી 420માં પણ આકર્ષક એક્ટિંગથી ચાહકોના દિલ પર છાપ ઉભી કરી હતી. કમલ હાસની ફિલ્મો સાથી 'લીલાવતી', 'થેનાલી'માં પણ ઉમદા અભિયન માટે વખાણવામાં આવ્યા હતાં.