Entertainment

'મારું બાળપણ-યુવાની ત્યાં વીત્યું...' અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાથી સાઉથનો ગુજરાતી અભિનેતા દુઃખી

By GS TEAM
18 Jun 20251 min read
TukuTouch Logo
અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા અંદાજિત 267 લોકોના મોત થયા છે. હવે સાઉથના દિગગ્જ અભિનેતાએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. મલયાલમ અભિનેતા ઉન્ની મુકુંદને ખુલાસો કર્યો કે, 'મારો મણિનગર વિસ્તારની આસપાસ ઉછેર થયો છે જ્યાં વિમાન ક્રેશ થયું હતું. મેં જીવનના 24 વર્ષ અમદાવાદમાં વિતાવ્યા અને આ ઘટના વિશે જાણીને મને આઘાત લાગ્યો છે.'

Summarized by AI; it may make mistakes. Check important info

'મારું બાળપણ-યુવાની ત્યાં વીત્યું...' અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાથી સાઉથનો ગુજરાતી અભિનેતા દુઃખી

South Actor Unni Mukundan On Ahmedabad Plane Crash Tragedy: અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા અંદાજિત 267 લોકોના મોત થયા છે. હવે સાઉથના દિગગ્જ અભિનેતાએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. મલયાલમ અભિનેતા ઉન્ની મુકુંદને ખુલાસો કર્યો કે, 'મારો મણિનગર વિસ્તારની આસપાસ ઉછેર થયો છે જ્યાં વિમાન ક્રેશ થયું હતું. મેં જીવનના 24 વર્ષ અમદાવાદમાં વિતાવ્યા અને આ ઘટના વિશે જાણીને મને આઘાત લાગ્યો છે.'

મેં મારું બાળપણ અને યુવાની ત્યાં વિતાવ્યું

મુકુંદને એક ન્યૂઝ સંસ્થાનને કહ્યું કે, મને ખબર પડી છે કે વિમાન દુર્ઘટના અમદાવાદના મણિનગરથી દસ કિલોમીટર દૂર મેઘાણીનગરમાં થઈ હતી. મણિનગર એ જગ્યા છે જ્યાં હું 24 વર્ષ સુધી રહ્યો છું. ગુજરાત પણ કેરળની જેમ મારું પ્રિય રાજય છે. મેં મારું બાળપણ અને યુવાની ત્યાં વિતાવ્યું છે. આ સમાચારે મારા હૃદયમાં ઘણું દુઃખ પ્રગટ કર્યું છે. હું અને મારા શાળાના મિત્રો આઘાતમાં છીએ. 

આ પણ વાંચો: દીવ નજીક બુચરવાડા ગામમાં 9 લોકોની અર્થી ઊઠી, અમદાવાદ પ્લેન ક્રેશમાં પામ્યા હતા મૃત્યુ

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના

12 જુનના રોજ લંડન જતી એર ઈન્ડિયા ફ્લાઈટના દુઃખદ અકસ્માતમાં ક્રૂ મેમ્બર્સ સહિત 241 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં માત્ર મુસાફરો જ નહીં પરંતુ ઘણા મેડિકલ વિદ્યાર્થી અને સ્થાનિક લોકો પણ અકસ્માતનો ભોગ બન્યાના છે.