Entertainment

માધુરી અને તૃપ્તિની ફિલ્મ માટે વીર પહાડિયાને ઓફર

By GS TEAM
17 Jun 20251 min read
માધુરી અને તૃપ્તિની ફિલ્મ માટે વીર પહાડિયાને ઓફર

- માં બહેન ફિલ્મ સીધી ઓટીટી પર આવશે

મુંબઇ : માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડીમરી 'માં -બહેન' નામની ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં વીર પહાડિયાને પણ રોલ ઓફર  કરાયો છે. આ ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી પર રીલિઝ થવાની છે. 

માધુરી જેવી ૯૦ના દાયકાની જનરેશનની તથા તૃપ્તિ જેવી હાલની જનરેશનની લોકપ્રિય અભિનેત્રીઓની હાજરીમાં વીરનો રોલ કેટલો મહત્વનો હશે તે હજુ સ્પષ્ટ નથી. વીરને જે રોલ ઓફર કરાયો છે તે અત્યાર સુધીમાં અનેક કલાકારો નકારી ચૂક્યા હોવાનું કહેવાય છે. 

જોકે, વીર આ ફિલ્મના સ્ક્રિપ્ટ રિડિંગ સેશનમાં પણ ભાગ લઈ ચૂક્યો છે.  વીરપહાડિયાએ ફિલ્મ 'સ્કાયફોસ'ર્ સાથે  એકટિંગમાં ડેબ્યુ કર્યું છે. જોકે, આ ફિલ્મ ફલોપ ગઈ હતી અને વીર પહાડિયા કોઈ ખાસ ધ્યાન ખેંચી શક્યો નથી.