mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

શ્રદ્ધા કપૂરની સ્ત્રી ટૂ ફિલ્મમાં વરુણ ધવનનો કેમિયો હશે

Updated: Feb 12th, 2024

શ્રદ્ધા કપૂરની સ્ત્રી ટૂ ફિલ્મમાં વરુણ ધવનનો કેમિયો હશે 1 - image


- સ્ત્રી ટૂ અને ભેડિયા ટૂનું કનેક્શન

- સ્ત્રી ટૂ ની વાર્તા પૂરી થશે ત્યાંથી ભેડિયા ટૂની વાર્તા શરુ થશે

મુંબઈ : બોલીવૂડમાં પ્રતિભા નહીં પરંતુ સંબંધોને જોરે ટકી રહેલા વરુણ ધવનને 'સ્ત્રી ટૂ'માં એક કેમિયો પણ મળ્યો છે. 'સ્ત્રી ટૂ' અને વરુણ ધવનની આગામી ફિલ્મ 'ભેડિયા ટૂ'ની વાર્તા એકમેક સાથે કનેક્ટ હશે અને તેના ભાગરુપે વરુણને આ કેમિયો મળ્યો હોવાનું કહેવાય છે. 

'સ્ત્રી ટૂ'ના  મુખ્ય કલાકારોમાં શ્રદ્ધા કપૂર અને રાજ કુમાર રાવનો સમાવેશ થાય છે. 

ચર્ચા અનુસાર 'સ્ત્રી ટૂ'ની વાર્તા જ્યાં પૂર્ણ થશે ત્યાંથી જ 'ભેડિયા ટૂ'ની વાર્તા શરુ થવાની છે. તેના કારણે વરુણ ધવનને આખરે એક હિટ ફિલ્મની ફ્રેન્ચાઈઝીમાં કામ કરવાનો ચાન્સ મળી ગયો છે. 

દિગ્દર્શક ડેવિડ ધવનના પુત્ર વરુણને કરણ જોહરે 'સ્ટુડન્ટ ઓફ ધી યર' ફિલ્મથી આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લોન્ચ કર્યો હતો. તે પછી આલિયા અત્યારે બોલીવૂડની ટોચની હિરોઈન બની ચૂકી છે. જ્યારે સિદ્ધાર્થ અને વરુણની કેરિયર ડામાડોળ રહી છે. સિદ્ધાર્થને ક્યારેક ક્યારેક 'શેરશાહ' જેવી ફિલ્મ પણ મળી છે. 

વરુણ ધવન લાંબા સમયથી કોઈ સારી હિટ ફિલ્મની તલાશમાં છે.  તેની વધુ એક ફિલ્મ 'બેબી જ્હોન' પણ આગામી મે માસમાં રીલીઝ થવાની છે.

Gujarat