વરુણ ધવને લોકડાઉનન કારણે મુસીબત ભોગવી રહેલા 200 ડાન્સર્સની મદદ કરી
- તેમના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.10 જુલાઈ 2020, શુક્રવાર
વરુણ ધવન નેપોટિઝ્મને કારણે ચર્ચામાં છે પરંતુ તેનો પ્રભાવ સોશિયલ મીડિયા પર ઓછો નથી થઇ રહ્યો. વરુણ કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનમાં મનોરંજન ઇન્ડસ્ટ્રીના બે રોજગાર બેકડાન્સર્સને મદદ કરી રહ્યો છે.
વરુણે ૨૦૦ બેક ડાન્સરોના ખાતામાં આર્થિક મદદ તરીકે રૂપિયા જમાવ્યા કરાવ્યા છે જેની સ્પષ્ટતા ડાન્સર રાજ સુરાનીએ કરી છે. રાજે ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ પર વરુણ સાથેની તસવીર શેર કરીને આ વાતની જાણકારી આપી છે.
રાજે પોસ્ટ કર્યું છે કે, વરુણે જરૂરિયામંદોને આર્થિક મદદ કરી છે. જેમાંના ઘણા તો એ જ ડાન્સરો છે જેમણે વરુણ સાથેની ડાન્સ ફિલ્મોમાં કામ કર્યું છે.ઉલ્લેખનીય છે કે વરુણે ડાન્સ આધારિત ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે. આ લોકો કઇ રીતે ગુજરાન ચલાવી રહ્યા હશે તે બાબતે બહુ ચિંતિત હતો. તેથી તેણે તેમને મદદ કરવાનું પ્રોમીસ આપ્યું હતું. ઘણા ડાન્સરો ભાડુ ભરવાને સક્ષમ નથી, તેમજ ઘણા પરિવારજનોની દવાઓના પણ પૈસા નથી. અમને મદદ કરનારા લોકોનો અમે આભાર માનીએ છીએ. ભલે શૂટિંગ શરૂ થયા છે, પરંતુ ડાન્સરસ્ને શૂટિંગ માટે હજી રાહ જોવી પડશે.