Drishyam 2 અને Bhediyaની સક્સેસ બાદ વરુણ ધવન અને અજય દેવગણે એકબીજાને અભિનંદન પાઠવ્યા
Updated: Nov 29th, 2022
- ભેડિયા બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં કુલ 33.55 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી ચૂકી
નવી દિલ્હી, તા. 29 નવેમ્બર 2022, મંગળવાર
બોલીવુડ એક્ટર વરુણ ધવન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ભેડિયા (Bhediya) 25 નવેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર હોરર કોમેડી 'ભેડિયા' અને 'દૃશ્યમ 2' (Drishyam 2) વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર બંને સ્ટાર્સ અજય દેવગણ અને વરુણ ધવન એક-બીજાને સક્સેસના અભિનંદન પાઠવી રહ્યા છે.
ઓડિયન્સની પ્રતિક્રિયા જોવા માટે વરુણ ધવન રવિવારે બાંદ્રાના એક થિયેટરમાં પહોંચ્યો હતો. શો દરમિયાન દર્શકોની સીટીઓ અને તાળીઓના ગડગડાટ સાંભળીને વરુણ ઘણો ખુશ થયો હતો. શો પૂરો થયા બાદ વરુણ ફેન્સ સાથે સેલ્ફી લેતો પણ જોવા મળ્યો હતો. થિયેટરમાંથી પરત ફર્યા બાદ ખુશી વ્યક્ત કરતા વરુણે ટ્વિટર પર લખ્યું કે- #ભેડિયાએ મને એટલો પ્રેમ આપ્યો છે કે, આટલા બધા લોકોને થિયેટરમાં આવતા જોઈને આશ્ચર્ય થાય છે.
વરુણે ટ્વીટ કરીને અજય દેવગણને અભિનંદન પાઠવ્યા
વરુણે 'દૃશ્યમ 2' અને 'ભેડિયા' બંને માટે ખુશી વ્યક્ત કરતા લખ્યું કે, સ્પેશિયલ સન્ડે #દૃશ્યમ 2 અને #ભેડિયા તમામ સિનેમા પ્રેમીઓને ખૂબ જ આનંદ આપી રહયા છે. અભિનંદન અજય દેવગણ સર અને અભિષેક પાઠક સર..
અજય દેવગણે વરુણને રોકસ્ટાર ગણાવ્યો
વરુણ ધવનના ટ્વીટ પર રિપ્લાઈ આપતા અભિનેતા અજય દેવગણે તેમના વખાણ કર્યા છે. અજયે પોતાના ટ્વીટમાં લ્ખયું કે, હેય વરુણ ધવન. મને ખુશી છે કે, ભેડિયા અને દૃશ્યમ 2 દર્શકોને સિનેમાઘરોમાં પાછા લાવવા માટે સફળ રહ્યા છે. તે ઈન્ડસ્ટ્રીના રૂપમાં અમારા માટે એક સારી ક્ષણ છે અને તમે એક રોકસ્ટાર છો.....
ભેડિયાનું કલેક્શન
ભેડિયા બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં કુલ 33.55 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી ચૂકી છે. ફિલ્મે સોમવારે બોક્સ ઓફિસ પર લગભગ 5 કોરડ રૂપિયા સુધીનો બિઝનેસ કર્યો હતો.