Get The App

Ooops...!! કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ફાટેલો ડ્રેસ પહેરીને પહોંચી ઉર્વશી રૌતેલા, જુઓ લોકોના રિએક્શન

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
Ooops...!! કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ફાટેલો ડ્રેસ પહેરીને પહોંચી ઉર્વશી રૌતેલા, જુઓ લોકોના રિએક્શન 1 - image


Urvashi Rautela in Cannes Film Festival: ઉર્વશી રૌતેલા ફરી એકવાર કાન ફિલ્મ ફેસ્ટિવલ તેના લુકને કારણે ચર્ચામાં છે. આ વખતે તેના ફાટેલા ડ્રેસના કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, અગાઉ જ્યારે તે પોપટ લુક અને પોપટ ક્લચ સાથે આવી હતી, ત્યારે તેની મજાક ઉડાવવામાં આવી હતી. તો આ વખતે તેના કાળા ડ્રેસના ડાબી બાજુના ભાગમાં કાપડ ફાટેલું જોવા મળી રહ્યું છે. લોકોએ તે જોતા જ રિએક્શન આપવાનું શરૂ કર્યું અને કહ્યું કે આ વખતે તેની કિસ્મત ખરાબ છે.


શું ઉર્વશીનો ડ્રેસ ફાટી ગયો

ઉર્વશી રૌતેલા મોટાભાગે તેના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં તે કાનની મુલાકાતને કારણે ચર્ચામાં છે. તેની એક ક્લિપ X અને Reddit પર વાઈરલ થઇ રહી છે. એ જોઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. Reddit પર વીડિયો ક્લિપ સાથે કેપ્શન લખ્યું હતું, 'કાનમાં ફાટેલો ડ્રેસ પહેરનાર પ્રથમ ભારતીય અભિનેત્રી.' શું આ કપડામાં ખામી છે કે ડ્રેસ એટલો ખરાબ ફિટ છે કે તે ફાટી ગયો છે? જોકે, એવું લાગે છે કે આ જાણી જોઈને કરવામાં આવ્યું છે, જેથી તે હેડલાઇન્સમાં છવાઈ શકે. જેમ કે, આ અગાઉ તેણે કહ્યું હતું કે, ઉત્તરાખંડમાં તેના નામનું મંદિર આવેલું છે. 

આ પણ વાંચો : અજયની ધમાલ-4 અને યશની ટોક્સિક બોક્સ ઓફિસ પર ટકરાશે

લોકો ઉડાવી રહ્યા છે મજાક 

પોસ્ટ પર એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે કે, 'તેનું નસીબ કેટલાક સમયથી સતત ખરાબ ચાલી રહ્યું છે.' પહેલા ડ્રેસ ફરતા દરવાજામાં ફસાઈ ગઈ, પછી તે પોપટ બનીને કાર્પેટ પર પહોંચી ગઈ અને હવે તેણે ફાટેલો ડ્રેસ પહેર્યો છે. તે પહેલી ભારતીય અભિનેત્રી છે, જેની સાથે કાન ફેસ્ટિવલમાં સતત ખરાબ થઈ રહ્યું છે. એકે લખ્યું, 'ફાટેલા ડ્રેસમાં ફ્લાઈંગ કિસ આપતી પહેલી અભિનેત્રી.' તો બીજા એક યુઝરે ટિપ્પણી કરી છે, 'તે કોને કિસ આપી રહી છે?' તેના જવાબમાં કોઈએ લખ્યું, 'ડાકુ મહારાજ કે તેમની રોલેક્સ ઘડિયાળને.' અન્ય એક યુઝરે લખ્યું, 'તેની હેરસ્ટાઇલ હંમેશા કેમ એવી જ રહે છે, જેવી તે 2000 ની મિસ યુનિવર્સ કોમ્પિટિશનમાં છે? ક્યારેય સિમ્પલ સ્ટાઇલ નથી રાખતી.'

Tags :