ઉર્વશી રતોલાએ કોવિડ 19ના પ્રકોપ સામે લડવા રૂપિયા પાંચ કરોડની સહાય કરી
- નાનકડી મદદ પણ આ મહામારીના જંગ સામે લડવા માટે મહત્વની
અભિનેત્રીએ માસ્ટરડાન્સ ક્લાસ ટિક ટોકપર લીધો હતો અને એમાંથી મળેલી રકમ દાનમાં આપી દીધી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 12 મે 2020, મંગળવાર
ઉર્વશી રતોલાએ કોવિડ ૧૯ના જંગ સામે લડવા માટે રૂપિયા પાંચ કરોડની સહાય કરી છે. તેણે જણાવ્યું હતું કે, આ મહામારીના જંગ સામે લડવા માટે દરેક વ્યક્તિએ જોડાવવું પડશે. ઓછામાં ઓછી રકમનું દાન પણ મહત્વનું ગણાશે.
ઉર્વીશીએ ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પરથી જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે મેં મારા પ્રશંસકો માટે વર્ચ્યુઅલ ડાન્સ ક્લાસનું આયોજન કર્યું હતું. આ સેશન સદંતર મફત હતું. વજન ઘટાડવા તેમજ ડાન્સ શીખવાની ઇચ્છા રાખનારાઓએ આમાં હિસ્સો લીધો હતો. આ માસ્ટરક્લાસ ટ્કિ ટોક દ્વારા કન્ડટ્કટ કરવામાં આવ્યું હતું, જેમાં ૧૮ મિલિયન લોકો જોડાયા હતા. અને મેં આ બદલ રૂપિયા પાંચ કરોડ મેળળ્યા હતા જે ડોનેશનમાં આપી દીધા.
આ પ્રકોપ સામેના જંગમાં મદદ કરનારાઓ જેવાકે રાજકારણીયો, એકટર્સો, સંગીતકારો, પ્રોફેશનલ એથલિટ્સો, તેમજ સામાન્ય માણસો જે રીતે મદદ કરી રહ્યા છે તેમના દરેક માટે મને આદર છે. આપણી નાનકડી મદદ પણ આ મહામારીના જંગ સામે લડવા માટે મહત્વની છે.