VIDEO: ઉર્ફી જાવેદને આ શું થયું? હોઠ પર ઇન્જેક્શન લીધા બાદ આખું મોં સોજી ગયું
Image : Instagram |
Urfi Javed Viral Video: ઉર્ફી જાવેદે પોતાના લેટેસ્ટ વીડિયોથી ફેન્સના હોશ ઉડાડી દીધા છે. તાજેતરમાં જ ઉર્ફી તેની સોજાયેલી આંખોના કારણે ચર્ચામાં આવી હતી. જેમાં ઉર્ફીને એલર્જી થઈ ગઈ હોવાથી તેનું આખું મોં સોજાઈ ગયું હતું. જ્યારે હવે ઉર્ફીએ તેના સોશિયલ મીડિયા માધ્યમ ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં ઉર્ફી તેના હોઠે પર ઇન્જેક્શન લેતી જોવા મળે છે. હોઠ પર ઇન્જેક્શન લેવાથી ઉર્ફીનું આખું મોં સોજાઈ ગયું છે.
ઉર્ફીએ તેના હોઠની ટ્રીટમેન્ટનો વીડિયો શેર કર્યો
ઉર્ફી જાવેદે ડૉક્ટરની ક્લિનિકમાં ફિલર્સ ડિજોલ્વની પ્રોસેસ કરાવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, એક્ટ્રેસની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. જેમાં ઉર્ફી જણાવી રહી છે કે, 'તેના ફિલર્સ એકદમ ખોટી જગ્યાએ હતા, તેથી તેણે લિપ ફિલર્સ ડિજોલ્વનું (ઓગાળી નાખવાનું) નક્કી કર્યું.'
વધુમાં ઉર્ફીએ જણાવ્યું હતું કે, ટ્રીટમેન્ટ ઘણી પીડાદાયક હતી. આગામી ત્રણ અઠવાડિયા બાદ ફરીથી ફિલર્સ કરાવશે, જે વધુ નેચરલ લાગશે. વીડિયોમાં ઉર્ફી હોઠ પર ઇન્જેક્શન લગાવી રહી છે, જેનાથી તેનું મોં સુજેલુ જોવા મળે છે.
આ પણ વાંચો: રણબીર પહેલા ભગવાન શ્રીરામની ભૂમિકા સલમાન ખાન ભજવવાનો હતો પણ ભાઈનો અફેર નડ્યો?
ઈન્સ્ટાગ્રામમાં પોતામાં ઉર્ફીએ લખ્યું હતું કે, 'આ ફિલ્ટર નથી. મે ફિલર્સ હટાવવાનો નિર્ણય કર્યો છે. હું એને ફરીથી કરાવીશ, પરંતુ નેચરલી. આને હટાવવું ઘણું પીડાદાયક છે. ફિલર્સ માટે એક યોગ્ય ડૉક્ટર પાસે જવુ જરૂરી છે. ફેન્સી ક્લિનિકમાં બેઠેલા ડૉક્ટરને કાંઈ ખબર હોતી નથી.'