કાન રેડ કાર્પેટ કોઈ ઉપલબ્ધિ નથી, લોકો ટિકિટ ખરીદીને જાય છે: વિઝા રિજેક્ટ થયા બાદ બોલી ઉર્ફી જાવેદ
Cannes Film Festival 2025: કાન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૫ શરૂ થઈ ગયો છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં નિતાંશી ગોયલ, જેકલીન ફર્નાન્ડિઝ જેવી તમામ અભિનેત્રીઓએ ભાગ લીધો. ફેશન સેન્સ માટે ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ પણ આ ફેસ્ટિવલમાં ભાગ લેવાની હતી. પરંતુ એવં ન થયું. ઉર્ફીનો વિઝા રિઝેક્ટ કરવામાં આવ્યો. જેના કારણે તે ફેસ્ટિવલનો ભાગ બની શકશે નહીં. વિઝા રિજેક્શન બાદ હવે ઉર્ફીએ કાન ફિલ્મ ફેસ્ટિવલને લઈને એક પોસ્ટ કરી છે. તેણે કહ્યું કે, કાનેસ ફિલ્મ ફેસ્ટિવલમાં જવું કોઈ સિદ્ધિ નથી.
આ પણ વાંચો: વાસણ હોય કે સફાઈ કામ બધું કરી આપે છે વિક્કી કૌશલ, પત્ની કેટરિના જુઓ શું કહે છે
ઉર્ફી જાવેદે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી અને લખ્યું કે, કાનમાં જવું એ એક તક છે જે તે તમારી યોગ્યતા પર આધારિત નથી. બ્રાન્ડ્સ રેડ કાર્પેટ માટે ટિકિટ ખરીદે છે અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને સેલિબ્રિટીઝને તેમના બ્રાન્ડનો પ્રચાર થઈ શકે. વ્યક્તિગત રીતે પણ ટિકિટ ખરીદી શકાય છે.
'કાન રેડ કાર્પેટ કોઈ સિદ્ધિ નથી'
ઉર્ફીએ આગળ લખ્યું, 'કાન રેડ કાર્પેટ કોઈ સિદ્ધિ નથી, મારા માટે પણ નહીં. આ એક તક હતી, જે પોતાની જાતને પ્રમોટ કરવાની તક છે. આ સત્ય છે.' ઉર્ફીએ આગળ લખ્યું કે, આ તમારા માટે ત્યારે સિદ્ધિ છે, જો તમારી ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવે. આ સિવાય જેની પાસે પૈસા છે અથવા એવી કોઈ બ્રાન્ડ હોય જે તમને સ્પોન્સર કરવા માટે તૈયાર છે તેઓ કાનમાં જઈ શકે છે.
આ પણ વાંચો: જાતીય સતામણી મામલે બોલિવૂડ અભિનેતા વિજય રાજને ક્લીનચીટ, ક્રૂ મેમ્બરે લગાવ્યા હતા આરોપ
ઉલ્લેખનીય છે કે, બુધવારે ઉર્ફી જાવેદે એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે કહ્યું કે, મને કાનમાં જવાની તક મળી હતી, પરંતુ તેનો વિઝા રિઝેક્ટ કરવામાં આવ્યો હતો.