Entertainment

ઉન્ની મુકુંદનની માર્કોની સીકવલ પડતી મૂકી દેવાઈ

By GS TEAM
15 Jun 20251 min read
ઉન્ની મુકુંદનની માર્કોની સીકવલ પડતી મૂકી દેવાઈ

- ઉન્ની દ્વારા સોશિયલ મીડિયા પર જાહેરાત 

- પહેલા ભાગમાં હિંસાનો અતિરેક દર્શાવતા દ્રશ્યોની ભારે  ટીકા  થઈ હતી

મુંબઈ: ઉન્ની મુકુંદનની ફિલ્મ 'માર્કો' ની સીકવલ પડતી મૂકી દેવામાં આવી છે. ઉન્નીએ ખુદ આ જાહેરાત કરી છે. 

સોશિયલ મીડિયા પર એક ઈન્ટરેક્શન દરમિયાન એક ફેનએ ઉન્નીને પૂછ્યુું હતું કે 'માર્કો'નો બીજો ભાગ ક્યારે આવવાનો છે. તેના જવાબમાં ઉન્નીએ કહ્યું હતું કે 'સોરી પરંતુ મેં ં'માર્કો'નો બીજો ભાગ લાવવાનો આઇડિયા માંડી વાળ્યો છે. 

તેના આ જવાબ અંગે ચાહકોએ નિરાશા  વ્યક્ત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે ઉન્નીની આ ફિલ્મ હિંદી બેલ્ટમાં પણ ભારે ચાલી હતી અને તેણે થિયેટર્સ પર ટંકશાળ પાડી હતી. જોકે, આ ફિલ્મમાં હિંસાનો અતિરેક દર્શાવાયો હોવા બાબતે પણ ભારે ટીકાઓ થઈ હતી. 

એક અભિપ્રાય અનુસાર પહેલા ભાગની જે રીતે વ્યાપક ટીકાઓ થઈ તે પછી ઉન્નીએ બીજા ભાગનો આઇડિયા પડતો મૂક્યો હોય તે બનવા જોગ છે.