સાઉથ ફિલ્મ UI The Movie નું શૉકિંગ ટીઝર રિલીઝ, આવુ ટીઝર તમે પહેલાં ક્યારેય નહીં જોયુ હોય
નવી મુંબઇ,તા. 19 સપ્ટેમ્બર 2023, મંગળવાર
સાઉથ સિનેમામાં વિવિધ પ્રકારની ફિલ્મો રજૂ કરવામાં આવી રહી છે અને અદ્ભુત પાત્રો બનાવવામાં આવી રહ્યા છે. સાઉથ સિનેમાની નવી ફિલ્મના ટીઝરે તો હોશ ઉડાવી દીધા છે. ફિલ્મના નિર્માતાઓએ તેને ખાસ અંદાજમાં રિલીઝ કરી છે.
સાઉથના નિર્માતાઓનો કંઇક નવુ અને હટકે કરવાનો કોન્પિડન્સની પ્રશંસા કરવી પડે. કન્ન્ડ ફિલ્મ યૂ આઇ ધ મુવીનું ધમાકેદાર ટીઝર રિલીઝ થઇ ગયુ છે. નવાઇની વાત એ છેકે,આ પ્રકારનું ટીઝર તમે પહેલાં ક્યારેય જોયુ નહીં હોય એમ કહીએ કે,સાંભળ્યુ નહીં હોય. હા, આ ટીઝરમાં સ્ક્રીન પર માત્ર અંધારું જ છે અને વચ્ચે વચ્ચે માત્ર કેટલાક સંવાદો, ચીસો અને અવાજો સંભળાય છે. આ પ્રકારનું ટીઝર પોતાનામાં જ ઉત્સુકતા પેદા કરશે.
કન્નડ ફિલ્મ 'UI ધ મૂવી'નું નિર્દેશન ઉપેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં માત્ર ડાયલોગ્સ અને લોકોની ચીસો સંભળાય છે. સ્ક્રીન પર કંઈ આવતું નથી. અંતે એક સળગતી ઘોડાની નાળ દેખાય છે અને રહસ્યમય સંગીત વાગે છે. યુટ્યુબ પર આ ટીઝર પર ટિપ્પણી કરતા એક વ્યક્તિએ લખ્યું છે કે, 'હોલીવુડના દિગ્દર્શકો પણ આવા ટીઝરની કલ્પના કરી શકતા નથી. હું આ અદ્ભુત કાર્યના આઉટપુટ વિશે વિચારી રહ્યો છું. આ ફિલ્મની રાહ જોઇશ.
ઉપેન્દ્રની 'UI ધ મૂવી'ના ટીઝરને લઈને બીજી કોમેન્ટ આવી છે, 'દુનિયાના કોઈ ડિરેક્ટરમાં આવી પહેલી ઝલક બતાવવાની હિંમત નથી.' આટલું જ નહીં, ઘણા ચાહકો આ ફિલ્મ ઓસ્કારમાં જવાની વાત કરી રહ્યા છે. દિગ્દર્શક તરીકે ઉપેન્દ્રની છેલ્લી ફિલ્મ ઉપ્પી 2 હતી જે તેમણે 2015માં ડિરેક્ટ કરી હતી. તે પછી, હવે તેણે ફરી એકવાર UI સાથે નિર્દેશનની જવાબદારી સંભાળી છે.