ટીવી કલાકાર રાજન સહગલનું 36 વર્ષની વયે નિધન
- અભિનેતાએ ક્રાઇમ પેટ્રોલ તેમજ ઐશ્વર્યા સાથે સરબજીત ફિલ્મમાં કામ કર્યું હતું
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.12 જુલાઈ 2020, રવિવાર
અભિનેતા રાજન સહગલ જે ઐશ્વર્યા રાય સાથે સરબજીતમાં જોવા મળ્યો હતો. તેમજ તેણે ટચૂકડા પડદાના શો જેવો ક્રાઇમ પેટ્રોલમાં પણ કામ કર્યું હતું. તે મલ્ટીપલ ઓરગન ફેલ્યુઅરના કારણે ૩૬ વરસની વયે ચંદીગઢમાં નિધન પામ્યો છે.
૩૬ વર્ષીય રાજન થિયેટર એકટર પણ હતો. તેણે પંજાબ યુનિવર્સિટિમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું તેણે સબકી લાડલી બેબો, ભાગ્ય અને રિસ્તા.કોમ, રિસ્તો શે બડી પ્રથા, તુમ દેના સાથ મેરા, ગુસ્તાખ દિલ, ભંવર, જાને ક્યા હોગા રામ અને કુલદીક શોમાં કામ કર્યું છે.
આ ઉપરાંત તેણે ઘણી પંજાબી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.