Entertainment

ટીવી કલાકાર લત્તા સભરવાલ લગ્નના 15 વર્ષે પતિથી અલગ થઈ

By GS TEAM
22 Jun 20251 min read
ટીવી કલાકાર લત્તા સભરવાલ લગ્નના 15 વર્ષે પતિથી અલગ થઈ

- ટીવી દુનિયાનું આદર્શ કપલ ગણાતું હતું 

- બંને તેમની સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના સેટ પર જ પ્રેમમાં પડયાં હતાં

મુંબઈ : ટીવી એકટ્રેસ લત્તા સભરવાલે પતિ સંજીવ સેઠથી અલગ થવાનો નિર્ણય જાહેર કરતાં બંનેના ચાહકોને આંચકો લાગ્યો છે. બંનેએ 'યહ રિશ્તા ક્યા કહલાતા હૈ ' સીરિયલમાં સાથે કામ કર્યું હતું. આ સીરિયલના સેટ પર જ તેમની લવ સ્ટોરી શરુ થઈ હતી. લગ્નના ૧૫ વર્ષ બાદ લત્તાએ પોતે જ પતિથી અલગ થઈ રહી હોવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે. 

લત્તા અને સંજીવને એક પુત્ર પણ છે. બંને પતિ-પત્ની સોશિયલ મીડિયા પર સક્રિય હતાં અને તેમનું કપલ એક આદર્શ કપલ ગણાતુું હતું. સંખ્યાબંધ ચાહકોએ લત્તાની પોસ્ટ પર કોમેન્ટસમાં આઘાતની લાગણી વ્યક્ત કરી હતી. ચાહકોએ કહ્યું હતું કે તમારી જોડી તો આદર્શ જોડી હતી. તમે વિખૂટાં પડી રહ્યાં છો તે માની શકાતું નથી. 

લત્તા સભરવાલે હિન્દી ફિલ્મ 'વિવાહ'માં પણ મહત્વની ભૂમિકા ભજવી  હતી. સોશિયલ મીડિયા પર તેના વ્લોગ બહુ લોકપ્રિય છે.