જાણીતા એક્ટરને બિઝનેસમાં મોટું નુકસાન થતાં ઘર વેચાઈ ગયું અને કંગાળ થયો, જાણો તેની આપવીતી
Karan Tacker: તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ તન્વી: ધ ગ્રેટ અને સ્પેશિયલ ઓપ્સ સીઝન 2માં તેના દમદાર અભિનય કરનાર લોકપ્રિય ટીવી અભિનેતા કરણ ટેકરની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. લોકોના અભિનયના વખાણ પણ કરી રહ્યા છે. તેમજ હાલ કરણ તેની કારકિર્દીના આ સફળ તબક્કાનો આનંદ પણ માણી રહ્યો છે. પરંતુ તાજેતરમાં જ કરણે એક ઈન્ટરવ્યૂમાં પોતાના સ્ટ્રગલના દિવસો વિષે વાત કરી હતી.
ઘર વેચાતા કંગાળ થયો, પરિવાર સાથે વેરહાઉસમાં રહેવું પડ્યું
એક ઈન્ટરવ્યૂમાં કરણ ટેકરે કહ્યું હતું કે, 'મેં મારા પિતા સાથે એક બિઝનેસ શરૂ કર્યો. મારા પિતા પહેલાથી જ ઇન્ડિયન ગારમેન્ટસનો બિઝનેસ કરતા હતા, જેથી મેં મારા પિતા સાથે ઇન્ડિયન અને વેસ્ટર્ન ગારમેન્ટસનું રિટેલ આઉટલેટ શરૂ કર્યું. અમારી પાસે બે સ્ટોર હતા, એક લોખંડવાલામાં અને એક જુહુમાં. પરંતુ મંદી આવતા એક મોટી બેન્ક મંદીની ઝપેટમાં આવી ગઈ અને અમે કંગાળ થઈ ગયા. અમે અમારા ઘર વેચી દીધા, અમારી પાસે જે હતું તે બધું વેચી દીધું અને થોડા સમય માટે હું મારા પરિવાર સાથે મારા વેરહાઉસમાં રહેવા ગયો કારણ કે આ એકમાત્ર જ જગ્યા રહેવા માટે બચી હતી.'
કરણના એક્ટિંગ કરિયરની આ રીતે થઈ શરૂઆત
કરણે એક્ટિંગ કરિયર વિષે વાત કરતા કહ્યું કે, 'અમે વેરહાઉસમાં લગભગ દોઢ વર્ષ રહ્યા. મારા પપ્પાને નોકરી મળી, મારી બહેનને નોકરી મળી અને મને પણ. જયારે અમારી રિટેલ શોપ હતી ત્યારે ઘણા લોકો ત્યાં ખરીદી કરવા માટે આવતા. એવામાં ખરીદી માટે આવેલા એક ગ્રાહકે મને કહ્યું કહ્યું કે, 'તમે એક્ટિંગ ટ્રાય કરો.' બસ ત્યારથી જ મને એક્ટિંગ કરવાનો વિચાર આવ્યો અને મારા એક્ટિંગ કરિયરની શરૂઆત થઈ.
આ પણ વાંચો: રામાયણમાં આદિનાથ કોઠારે ભરત, સુરભી દાસ ઉર્મિલાના રોલમાં
કરણ ટેકરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે તાજેતરમાં અનુપમ ખેરની ફિલ્મ 'તન્વી: ધ ગ્રેટ' અને કેકે મેનનની સીરિઝ 'સ્પેશિયલ ઓપ્સ' સીઝન 2 માં દેખાયો છે. તેના બંને પ્રોજેક્ટ એક જ દિવસે રિલીઝ થયા હતા અને દર્શકોએ તેના અભિનયની પ્રશંસા કરી છે.