રામાયણમાં આદિનાથ કોઠારે ભરત, સુરભી દાસ ઉર્મિલાના રોલમાં
- વધુ બે કલાકારોના રોલ કન્ફર્મ થયા
- સુરભી આસામીઝ અભિનેત્રી : આદિનાથ કોઠારેને 83 ફિલ્મ પછી મોટી તક
મુંબઇ : રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ 'રામાયણ'માં આદિનાથ કોઠારે ભરતની અને સુરભી દાસ ઉર્મિલાની ભૂમિકા ભજવી રહ્યાં હોવાનું કન્ફર્મ થયું છે. આદિનાથે પોતાનો રોલ કન્ફર્મ કરતાં કહ્યું હતું કે આ રોલ ભજવવાની તક કોઈ કલાકાર જવા ન દે તે સ્વાભાવિક છે. મને આ ભૂમિકા મળી એ મોટું સદભાગ્ય છે.
આદિનાથ કોઠારેએ રણવીરની ફિલ્મ '૮૩'માં દિલીપ વેંગસરકરની ભૂમિકા ભજવી હતી. તેણે 'ક્રિમિનલ જસ્ટિસ' અને 'સિટી ઓફ ડ્રિમ્સ' જેવી વેબ સીરિઝમાં પણ કામ કર્યું છે. સુરભી દાસ આસામીઝ ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે.
'રામાયણ' દ્વારા તે પહેલીવાર કોઈ બોલીવૂડ ફિલ્મમાં કામ કરી રહી છે.