ગે વ્યક્તિએ અડપલાં કર્યા પછી હું મુંબઈ છોડી જતો રહ્યો હતો: જાણીતા એક્ટરની આપવીતી
Entertainment News: બિગ બોસ 17થી ફેમસ થયેલા અભિષેક કુમાર હાલ લાઇમલાઇટમાં છે. રિયાલિટી શોએ તેને સ્ટાર બનાવી દીધો છે. તે અન્ય ઘણાં શોમાં જોવા મળે છે. હાલ તે લાફ્ટર શેફ ઈન્ડિયામાં જોવા મળે છે. તે યુટ્યુબ શો 'તુ આશિકી'માં પણ જોવા મળ્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાના સંઘર્ષની વાત કરી છે.
અંદરથી ભાંગી નાંખ્યો...
અભિષેકે જણાવ્યું કે, 'મને ખોટી રીતે અડવામાં આવ્યો હતો.આ ઘટનાએ મને અંદરથી ભાંગી નાંખ્યો. પરિણામ એ આવ્યું કે, હું મારા ઘરે પાછો જતો રહ્યો.'
આ પણ વાંચોઃ 90 વર્ષના બીમાર ચાહકને મળવા પહોંચી રૂપાલી ગાંગુલી, સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે વખાણ
ઇન્ડસ્ટ્રી છોડવાનો લીધો નિર્ણય
આ વિશે વધુ વાત કરતા તેમણે કહ્યું કે, 'જ્યારે હું પહેલીવાર મુંબઈ આવ્યો હતો, મારી સાથે એક ઘટના બની હતી. કોઈ ગે હતું, જે મારી સાથે ટચી-ટચી થઈ રહ્યો હતો. મુંબઈ આવ્યાના દોઢ-બે મહિના બાદ આ ઘટના બની હતી. હું ડરી ગયો હતો. પહેલાં ક્યારેય કંઈ આવું નહતું થયું. તેણે મને કહ્યું હતું કે, તારે આ કરવું પડશે, તો જ તું આગળ વધી શકીશ. આ 2017ની વાત હતી. હું ડરી ગયો હતો આ ડિમાન્ડ સાંભળીને. જોકે, હું ઘરે દિલ્હીનું કહીને મુંબઈ આવ્યો હતો, તેથી પહેલાં ઘરે કહેવાની હિંમત ન થઈય બાદમાં મેં હિંમત કરીને આ વિશે મારા મમ્મીને કહ્યું. તેમણે મને તરત ઘરે આવવાનું કહ્યું.'
આ પણ વાંચોઃ હેરા ફેરી-3માં પરેશ રાવલની વાપસી? સોશિયલ મીડિયામાં પોસ્ટ બાદ ચાહકોની અટકળ
મમ્મીના કહેવા પર છોડી દીધું મુંબઈ
એક્ટરે કહ્યું કે, 'મમ્મીનો ફોન આવ્યા બાદ મેં બીજા દિવસે ટિકિટ કરાવી અને ટ્રેનમાં બેસીને રડતા-રડતા ઘરે જતો રહ્યો. હું ઇન્ડસ્ટ્રીનો ભાગ નહતો બનવા ઈચ્છતો. ઘરે જઈને 7000 પ્રતિ મહિનાની નોકરી કરવા લાગ્યો. જોકે, નોકરીમાં મારૂ મન નહતું લાગતું. બાદમાં હું ફરી એક્ટિંગમાં આવ્યો.'
નોંધનીય છે કે, અભિષેકની સીરિયલ ઉડારિયાથી ડેબ્યૂ કરીને અભિષેકને ફેમ મળી હતી. ત્યારબાદ તે બિગ બોસમાં જોવા મળ્યો હતો.