Entertainment

ધુરંધર ફિલ્મમાં પરવીન બાબી તરીકે તૃપ્તિ ડિમરીનો કેમિયો

By GS TEAM
1 Oct 20251 min read
ધુરંધર ફિલ્મમાં પરવીન બાબી તરીકે તૃપ્તિ ડિમરીનો કેમિયો

- ધુરંધરમાં 70-80નો દાયકો દર્શાવાયો છે     

- અગાઉ તૃપ્તિ પરવીન બાબીની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા કરી રહી હોવાની ચર્ચા હતી 

મુંબઇ : રણવીર સિંહની આગામી ફિલ્મ 'ધુરંધર'માં તૃપ્તિ ડિમરી પરવીન બાબી તરીકે કેમિયો કરતી દેખાશે એવી ચર્ચા છે. 

આ ફિલ્મ ૭૦-૮૦ના દાયકાના કેટલાક પ્રસંગો  પર આધારિત છે. ફિલ્મની વાર્તામાં એક જગ્યાએ પરવીન બાબીના સોંગનો ઉલ્લેખ છે. પરવીન બાબી તરીકે તૃપ્તિ ડિમરી આ સોંગ સીકવન્સમાં હશે એમ કહેવાય છે. 

ઉલ્લેખનીય છે કે પરવીન બાબીની બાયોપિક બની રહી હોવાની ચર્ચા લાંબા સમયથી છે. થોડા સમય પહેલાં એવી પણ ચર્ચા શરુ થઈ હતી કે કદાચ તૃપ્તિ ડિમરી જ પરવીન બાબીની મુખ્ય ભૂમિકા ભજવવાની છે. જોકે, 'ધુરંધર'માં  તૃપ્તિના કેમિયો તથા  પરવીન બાબીની બાયોપિક વિશે કોઈ સંબંધ છે  કે કેમ તે વિશે હજુ કોઈ  સ્પષ્ટતા નથી. 

પરવીન બાબીના જીવનપ્રસંગોને અગાઉ એકથી વધુ ફિલ્મામાં જુદી રીતે આવરી લેવાયા છે. મહેશ ભટ્ટની 'ફિર તેરી કહાની યાદ આઈ' ફિલ્મ તેમના અને પરવીન બાબીના સંબંધો પર આધારિત હોવાનું ચર્ચાયું હતું. તે પછી કંગના રણૌત અને શાઈની આહુજાની 'વો લમ્હે ' ફિલ્મમાં પણ લગભગ એ જ કથા રિપીટ કરાઈ હતી.