Get The App

'મારો બેસ્ટ ફ્રેન્ડ છે વિકી કૌશલ...', એનિમલ બાદ નેશનલ ક્રશ ગણાતી અભિનેત્રીને કમ્ફર્ટ ઝોન પસંદ નથી

Updated: Sep 28th, 2024

GS TEAM


Google News
Google News
Tripti Dimari


Tripti Dimari: બોલિવૂડ અભિનેત્રી તુપ્તિ ડિમરીએ હાલમાં જ રણબીર કપૂર સાથે ફિલ્મ એનિમલમાં અને વિકી કૌશલ સાથે બેડ ન્યૂઝમાં કામ કર્યું છે. આ ફિલ્મો અને સહ કલાકાર વિશેની વાતચીતમાં તૃપ્તિએ હવે તેના બેસ્ટ ફ્રેન્ડનું નામ જાહેર કર્યું છે, જેની સાથે તે ગમે ત્યારે ગમે ત્યાં વાત કરી શકે છે.

આ કો-સ્ટારને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ માને છે તુપ્તિ

અભિનેત્રી તૃપ્તિ ડિમરીને એક ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે તે કોને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ માને છે? તેના જવાબમાં અભિનેત્રી એ કહ્યું હતું કે, 'હું મારા કો-સ્ટાર વિકી કૌશલને મારો બેસ્ટ ફ્રેન્ડ માનું છું. હું તેની ખૂબ જ નજીક છું કારણ કે અમે સારો સમય પસાર કર્યો છે. અમે મસૂરીમાં શૂટિંગ કરી રહ્યા હતા અને તે દરમિયાન મને ખબર પડી કે તે ખૂબ જ ખુશખુશાલ મિજાજ ધરાવતી વ્યક્તિ છે.'

તૃપ્તિએ વાતચીતમાં કહ્યું કે,'હું વિકીને ભાઈ કહીને બોલવું છું. અમે બંને એકબીજા સાથે એક સારો બોન્ડ શેર કરીએ છીએ.'

આ પણ વાંચો: ઓસ્કાર વિજેતા અને હેરી પોટર સ્ટાર અભિનેત્રીનું નિધન, ફિલ્મ જગતની હસ્તીઓ શોકમગ્ન

મને કમ્ફર્ટ ઝોનમાં રહેવું પસંદ નથી

તૃપ્તિએ એનિમલ ફિલ્મમાં 'ઝોયા ભાભી'ના પાત્રથી ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. આ ફિલ્મ પછી અભિનેત્રીએ બેક ટુ બેક ઘણી ફિલ્મો સાઈન કરી. એનિમલ પહેલા તૃપ્તિ લૈલા મજનુ અને બુલબુલ જેવી ફિલ્મોમાં નજરે પડી હતી, પરંતુ આનાથી તેને એટલી લોકપ્રિયતા મળી ન હતી.

હવે તાજેતરમાં અભિનેત્રીને ફિલ્મ એનિમલમાં ઝોયાનો રોલ કેમ પસંદ આવ્યો તે અંગે વાત કરતા કહ્યું હતું કે, 'મને કમ્ફર્ટ ઝોનમાં રહેવું પસંદ નથી. હું બુલબુલ અને કલા સાથે તે કમ્ફર્ટ ઝોનમાં આવી હતી. મને ડ્રામા પસંદ છે અને જ્યારે હું તે સેટ પર હોઉં ત્યારે ખૂબ જ ઉત્સાહી અનુભવું છું. પરંતુ જ્યારે એનિમલ મારી પાસે આવી ત્યારે મને તે રોલ ખૂબ જ પડકારજનક લાગ્યો.'

તૃપ્તિ કહે છે કે, 'એક કલાકાર તરીકે તમારે તમારી જાતને કોઈપણ રીતે મર્યાદિત ન કરવી જોઈએ અથવા એમ કહી શકીએ કે તમારે એક જ પ્રકારની ભૂમિકાઓ ન કરવી જોઈએ. તમારા દરેક કેરેક્ટરમાં રોમાંચ અને ચેલેન્જિંગ બાબત દેખાવી જોઈએ. એક્ટર તરીકે તમારે કંઈક એવું કરવું જોઈએ જે તમને પ્રેરણા આપે.'

'મારો બેસ્ટ ફ્રેન્ડ છે વિકી કૌશલ...', એનિમલ બાદ નેશનલ ક્રશ ગણાતી અભિનેત્રીને કમ્ફર્ટ ઝોન પસંદ નથી 2 - image

Tags :