Get The App

ઓસ્કાર વિજેતા અને હેરી પોટર સ્ટાર અભિનેત્રીનું નિધન, ફિલ્મ જગતની હસ્તીઓ શોકમગ્ન

Updated: Sep 28th, 2024

GS TEAM


Google News
Google News
ઓસ્કાર વિજેતા અને હેરી પોટર સ્ટાર અભિનેત્રીનું નિધન, ફિલ્મ જગતની હસ્તીઓ શોકમગ્ન 1 - image


Harry Potter star actress Dame Maggie Smith Died | ઓસ્કાર વિજેતા હોલિવુડ અભિનેત્રી ડેમ મેગી સ્મિથનું 89 વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે. અભિનેત્રી તરીકે 70 વર્ષ લાંબી કારકિર્દીમાં સ્ટેજ અને સ્ક્રીન પર તેમણે અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી છે. તેમણે ઓથેલોમાં લોરેન્સ ઓલિવિયર સાથે અભિનયથી લઈને હેરી પોટર અને ડાઉનટન એબી સુધીની ફિલ્મોમાં દર્શકોનું મનોરંજન કર્યું છે. મેગી સ્મિથે 1969ની ફિલ્મ 'ધ પ્રાઈમ ઓફ મિસ જીન બ્રોડી' માટે ઓસ્કર એવોર્ડ પણ જીત્યો હતો.

મેગી સિસ્મિથના બે પુત્રોએ તેમના મૃત્યુની જાણકારી આપી હતી. ક્રિસ લેર્કિંગ અને ટોબી સ્ટિક્સે જણાવ્યું કે, મેગી સ્મિથે લંડનની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. સ્મિથનો જન્મ 1934માં પૂર્વ લંડનના ઉપનગર ઈલફોર્ડમાં થયો હતો. 

બીજા વિશ્વયુદ્ધની શરૂઆતના થોડા સમય પહેલા પરિવાર ઓક્સફોર્ડ ગયો હતો. જ્યાં, તેના પિતા ઓક્સફોર્ડ યુનિ.માં પેથોલોજીસ્ટ તરીકે કામ કરી રહ્યાં હતાં. હાઈસ્કૂલમાં અભ્યાસ બાદ સ્મિથે 1951 થી 1953 સુધી ઓક્સફોર્ડ પ્લેહાઉસ સ્કૂલમાં હાજરી આપી હતી.   

ઓસ્કાર વિજેતા અને હેરી પોટર સ્ટાર અભિનેત્રીનું નિધન, ફિલ્મ જગતની હસ્તીઓ શોકમગ્ન 2 - image

   

Tags :