Get The App

ભૂલભૂલૈયા થ્રીમાં કિયારાની જગ્યાએ તૃપ્તિ ડિમરી ગોઠવાઈ ગઈ

Updated: Feb 22nd, 2024

GS TEAM

Google News
Google News
ભૂલભૂલૈયા થ્રીમાં કિયારાની જગ્યાએ તૃપ્તિ ડિમરી ગોઠવાઈ ગઈ 1 - image


- કાર્તિક આર્યને જાતે જાહેરાત કરી

- અગાઉ મંજુલિકાના રોલ માટે તબુને બદલે વિદ્યા બાલનની રિ એન્ટ્રી થઈ ચુકી છે

મુંબઇ : કાર્તિક આર્યનની 'ભૂલભૂલૈયા થ્રી'માં હિરોઈન તરીકે કિયારા અડવાણીને પડતી મુકવામાં આવી છે અને તેની જગ્યાએ 'ેએનિમલ' ફિલ્મ પછી નવો નેશનલ ક્રશ બની ચુકેલી તૃપ્તિ ડિમરી ગોઠવાઈ ગઈ છે. 

ફિલ્મના બીજા ભાગમાં કિયારા અડવાણી કાર્તિકની હિરોઈન હતી. હવે ત્રીજા ભાગમાં તૃપ્તિ હિરોઈન છે તેવી જાહેરાત ખુદ કાર્તિકે કરી હતી. 

બીજા ભાગમાં મંજુલિકાનો રોલ તબુએ કર્યો હતો પરંતુ ત્રીજા ભાગમાં પહેલી ભાગની ઓરિજિનલ મંજુલિકા વિદ્યાનું પુનરાગમન થઈ ચૂક્યું છે. 

આ ઉપરાંત ફિલ્મમાં માધુરી દીક્ષિતની પણ ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

બીજી તરફ કિયારા અડવાણીને તાજેતરમાં 'ડોન થ્રી'માં રણવીરની હિરોઈન તરીકે તક મળી ચુકી છે. 

Tags :