Get The App

સંદીપ રેડ્ડી વાંગાની 'Spirit' માટે 20 કરોડ હતી દિપીકા પાદુકોણની ફીસ, હવે તૃપ્તિ ડિમરીને મળશે આટલા રૂપિયા

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
સંદીપ રેડ્ડી વાંગાની 'Spirit' માટે 20 કરોડ હતી દિપીકા પાદુકોણની ફીસ, હવે તૃપ્તિ ડિમરીને મળશે આટલા રૂપિયા 1 - image


Tripti Dimri Replace Deepika Padukone In Spirit: સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ'થી રાતોરાત સ્ટાર બની ગયેલી તૃપ્તિ ડિમરી પાસે ફિલ્મોનો ધસારો છે. આગામી દિવસોમાં તે 'ધડક 2' અને 'સ્પિરિટ' માં લીડ રોલમાં જોવા મળશે. તે 'ધડક 2'માં સિદ્ધાંત ચતુર્વેદી સાથે અને 'સ્પિરિટ'માં પ્રભાસની સામે જોવા મળશે. ખાસ વાત એ છે કે તેણે 'સ્પિરિટ' માટે દીપિકા પાદુકોણને રિપ્લેસ કરી છે. તેનાથી પણ મોટી વાત એ છે કે તૃપ્તિ બીજી વખત સંદીપ રેડ્ડીના ડાયરેક્શનમાં કામ કરશે. દિપીકાએ અચાનક આ ફિલ્મ છોડી દીધી છે.

તૃપ્તિ ડિમરીએ સંદીપ રેડ્ડી વાંગાનો આભાર માન્યો

તૃપ્તિ ડિમરીએ બે દિવસ પહેલા 'સ્પિરિટ'નું ટાઈટલ પોસ્ટર અનેક ભાષાઓમાં શેર કરતા એક ઈમોશનલ નોટ પણ લખી હતી, 'હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો. આ સફરમાં મારા પર વિશ્વાસ કરવા બદલ હું ખૂબ આભારી છું. સંદીપ રેડ્ડી વાંગા આભાર. તમારા વિઝનનો હિસ્સો બનીને ગર્વ અનુભવી રહી છું.' વાંગાએ પણ તેની પોસ્ટ પર રિપ્લાય કરતા લખ્યું કે, 'મારી ફિલ્મની ફીમેલ લીડ હવે ઓફિશિયલ છે.'

સંદીપ રેડ્ડી વાંગાની 'Spirit' માટે 20 કરોડ હતી દિપીકા પાદુકોણની ફીસ, હવે તૃપ્તિ ડિમરીને મળશે આટલા રૂપિયા 2 - image

સંદીપ રેડ્ડી વાંગા સાથે વિવાદના કારણે દિપીકાએ ફિલ્મ છોડી

અહેવાલ પ્રમાણે દીપિકા પાદુકોણના આ પ્રોજેક્ટ છોડવા પાછળનું કારણ સંદીપ રેડ્ડી વાંગા સાથેના અનેક વિવાદો હતા. દિપીકાએ કથિત રીતે 20 કરોડ રૂપિયાથી વધુ ફી અને પુત્રી દુઆની સંભાળ રાખવા માટે એછા સમયનું શૂટિંગ રાખવાની માગ કરી હતી. આ શરતો સંદીપની કામ કરવાની રીત અને ફિલ્મના વિઝન સાથે મેળ નહોતી ખાતી. 

એક અહેવાલ પ્રમાણે તૃપ્તિ ડિમરીને 'સ્પિરિટ'માં લીડ રોલ માટે લગભગ 4 કરોડ રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે, જે દીપિકા પાદુકોણની ફી કરતા 75 ટકા ઓછી છે. જોકે, દિપીકાના ફિલ્મ છોડવાનું કારણ ફાયનાન્શિયલ નથી અને ન તો તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. 


સંદીપ રેડ્ડી વાંગા દીપિકા પર ભડક્યો!

સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકા પાદુકોણની 'ગંદી પીઆર ગેમ' માટે ટીકા કરી. તેણે કોઈનું નામ લીધા વિના ટ્વીટ કર્યું, જેને લોકો દીપિકા સાથે જોડી રહ્યા છે. વાંગાએ લખ્યું છે કે, એક અભિનેતા અને ફિલ્મ નિર્માતા વચ્ચે એક વણલિખિત કરાર હોય છે કે તેઓ ફિલ્મ સંબંધિત માહિતી લીક નહીં કરે. તે એક NDA એટલે કે નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ હોય છે, પરંતુ તે ડિસ્ક્લોઝ કરી દીધું કે તુ કેવી માણસ છો...તુ તારાથી નાના એક્ટરનું અપમાન અને સ્ટોરી લીક કરી રહી છો? શું આ જ તારું ફેમિનિઝમ છે? એક ફિલ્મ મેકર તરીકે હું મારી ક્રાફ્ટ માટે વર્ષો સુધી મહેનત કરું છું. મારા માટે ફિલ્મ મેકિંગ જ સર્વસ્વ છે. તુ આ વાત નહીં સમજે, તને નહીં સમજાય.

આ પણ વાંચો: બોલિવૂડમાં નવો વિવાદ: દીપિકા પાદુકોણ પર કેમ ભડક્યો સંદીપ રેડ્ડી વાંગા? કહ્યું- તે બતાવી દીધું કે તું કેવી છે

આ પોસ્ટમાં સંદીપ વાંગા રેડ્ડીએ dirtyPRGames હેશટેગ કર્યું છે અને છેલ્લે લખ્યું છે કે, ‘એક કહેવત મને બહુ ગમે છે. ખુંદર મેં બિલ્લી ખંભા નોચે.’ કોઈ વાત પર શરમ અનુભવીને ગુસ્સો કરનારી વ્યક્તિ વિશે આ કહેવતનો ઉપયોગ થાય છે.

Tags :