VIDEO: સાઉથની ફિલ્મના સેટ પર મોટી દુર્ઘટના, લાઈવ સ્ટંટ દરમિયાન સ્ટંટમેનનું કરુણ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Stuntman Death News: સાઉથ સિનેમાથી એક દુઃખદ સામાચાર સામે આવ્યા છે. ડિરેક્ટર પા.રંજીત અને એક્ટર આર્યાની આગામી ફિલ્મના સેટ પર મોટી દુર્ઘટના બની છે. સેટ પર કાર સ્ટન્ટ કરતા એક ફેમસ સ્ટન્ટ આર્ટિસ્ટ રાજુ (મોહનરાજ)નું નિધન થયું છે. સાઉથ એક્ટર વિશાલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સ્ટન્ટમેન રાજુના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
સેટ પર કેવી રીતે બની આ ઘટના ?
ડિરેક્ટર પા. રંજીત તમિલનાડુના નાગપટ્ટિનમમાં તેની નવી ફિલ્મ 'વેટટૂવમ'ની શૂટિંગ કરી રહ્યો હતો . સેટ પર સ્ટન્ટ કરતા એક મોટી ઘટના બની, જેમાં સ્ટન્ટમેનનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ એવf સમાચાર મળ્યા કે સ્ટન્ટમેનને હાર્ટએટેક આવ્યો છે પણ હવે સેટથી એક વીડિયો સામે આવ્યા બાદ સ્પષ્ટ થયુ કે તેનું મોત એક જોખમી સ્ટન્ટ કરતા સમયે થયું છે.
સ્ટન્ટમેન રાજુ ઉર્ફે મોહનરાજ એક SUV ગાડી ચલાવી રહ્યો હતો, જે રેમ્પથી પસાર થઈ અને પછી પલટી ગઈ. ગાડી સીધી નીચે પડી અને ગાડીના આગળનો ભાગ જોરથી જમીન સાથે ટક્કરાયો. વીડિયોમાં જોઈ શકાય છે કે રાજુને ગાડીથી બહાર કાઢવામાં આવ્યો. આ ઘટના રવિવારે (13 જુલાઈ 2025)ના રોજ થયો હતો. આ ઘટના બાદ તેનું મોત થયું હતું.
આ પણ વાંચો : Bigg Boss ફેમ કશિશ કપૂરના ઘરે ચોરી, જાણો નોકર કેટલા લાખ લઈને થયો રફૂચક્કર
તમિલ એક્ટર વિશાલ સ્ટન્ટમેન રાજુના મોતથી દુઃખી
સ્ટન્ટ આર્ટિસ્ટ રાજુ (મોહનરાજ)ના નિધનથી તમિલ એક્ટર વિશાલ ખૂબ જ દુ:ખી છે. તેણે આ મુશ્કેલ સમયમાં સ્ટન્ટ આર્ટિસ્ટના પરિવારની મદદ કરવાનું વચન આપ્યું છે. તેણે X હેન્ડલ પર પોસ્ટ શેર કરીને કહ્યું - "આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે અમારા બહાદુર સ્ટન્ટ આર્ટિસ્ટ રાજુ (મોહનરાજ)નું આર્યા અને રંજીતની ફિલ્મ માટે કાર સ્ટન્ટ કરતા નિધન થઈ ગયું છે. હું તેને ઘણા વર્ષોથી જાણતો હતો, તેણે મારી ફિલ્મોમાં ઘણા જોખમી સ્ટન્ટ્સ કર્યા હતા. તે એક બહાદુર વ્યક્તિ હતો"









