Toxic Tara Sutaria Look: સાઉથ સુપર સ્ટાર યશની ફિલ્મ 'ટોક્સિક'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે જ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મથી ધીમે-ધીમે સ્ટારકાસ્ટના લુક સામે આવી રહ્યા છે. યશ, નયનતારા, હુમા કુરેશી અને કિયારા અડવાણી બાદ હવે તારા સુતારિયાનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. તારાનો આ લુક જોઈને દરેક લોકો ઈમ્પ્રેસ થઈ રહ્યા છે. તારાના લુકની સાથે તેના કેરેક્ટર વિશે પણ જણાવવામાં આવ્યું છે.
યશે સોશિયલ મીડિયા પર તારાનો લુક શેર કર્યો છે, જેમાં તે હાથમાં ગન પકડીને ગુસ્સામાં દેખાઈ રહી છે. તેનો આ લુક એકદમ બોલ્ડ છે. આ લુક જોઈને બધા ઈમ્પ્રેસ થઈ રહ્યા છે. તારાના લુકની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
ચાહકો ઈમ્પ્રેસ થયા
યશે તારાનું લુક પોસ્ટર શેર કરતા લખ્યું કે, Introducing Tara Sutaria as REBECCA in - A Toxic Fairy Tale For Grown-Ups.' ચાહકો તારાના આ પોસ્ટર પર ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું- 'બોસ ક્વિન.' બીજાએ લખ્યું- 'ફાયર હૈ ફાયર.' અન્ય એક ચાહકે લખ્યું- 'ફાઈનલી જેના લુકની રાહ જોવાઈ રહી હતી તે રિલીઝ થઈ ગયો.'
નયનતારા-હુમાનો લુક પણ સામે આવી ચૂક્યો છે
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ નયનતારા, હુમા કુરેશી અને કિયારા અડવાણીનો લુક શેર કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે દરેકનો લુક બાકીના કરતા બિલકુલ હટકે છે. જેના કારણે ચાહકો ખૂબ એક્સાઈટેડ છે. હવે ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: 8 ચોગ્ગા, 3 છગ્ગા... અમદાવાદમાં દેવદત્ત પડીક્કલે ફટકારી લિસ્ટ-A ક્રિકેટ કરિયરની 13મી સદી
ક્યારે થશે રિલીઝ
યશની ફિલ્મ 'ટોક્સિક' અંગે ઘણા સમયથી અપડેટ્સ આવી રહ્યા છે. આ ફિલ્મ 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મને ગીતૂ મોહનદાસે ડાયરેક્ટ કરી છે. આ એક મોટા બજેટની ફિલ્મ છે. જે સિનેમાઘરોમાં રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2 સાથે ટકરાશે.


