ટોમ ક્રુઝની આગામી ફિલ્મનું શૂટિંગ અવકાશમાં
- પૃથ્વી ગ્રહની બહાર શૂટ થનારી પહેલી ફિલ્મ
મુંબઇ, તા. 6 મે 2020, બુધવાર
ટોમક્ઝ હોલીવુડનો ઓલટાઇમ ગ્રેટ હીરો છે. સાહસિક અને રોમાંચક રોલ માટે એની નામના વિશ્વવ્યાપી છે. તો નવી પેઢીના વ્યવસાયિકોમાં એલન મસ્ક પણ આગળ પડતું નામ છે.
એમ મનાય છે કે એલન મસ્કની એરોસ્પેસ મેન્યુફેક્ચિંગ કંપની અવકાશસંશોધન સંસ્થા નાસા સાથે એક એક્શન-એડવેન્ચર ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહી છે. જેનો હીરો ટોમક્ઝ હશે. જો આ પ્રોજેક્ટ વાસ્તવિક્તામાં પરિણમે તો પૃથ્વી ગ્રહની બહાર અવકાશમ શૂટ થનારી પહેલી ફિલ્મ બનશે.
આ મિશન ઇમ્પોસિયલની સીકવલ નહીં હોય અને હાલ તુરંત કોઇ સ્ટુડિયો યોજનામાં સંકળાયેલો નથી. જો કે હાલમાં આ યોજના પ્રાથમિક તબક્કામાં છે.